રાજનાથે મુસલમાનોને કહ્યું, ભૂલ થઇ હશે તો માફી માંગીશું

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: આગામી લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે મુસ્લિમ વોટો માટે મુસ્લિમોને રિઝવવાની કવાયદ શરૂ કરી દિધી છે. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે પહેલાં થયેલી ભૂલો માટે મુસ્લિમો પાસે માફી માંગવાની વાત કહી હતી.

સ્પષ્ટ છે કે મુસ્લિમોને ભાજપની સાથે જોડવાના પ્રયત્ન હેઠળ ભાજપ તરફથી પ્રથમ વાર આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે મંગળવારે કહ્યું હતું કે રાજનાથ સિંહે મંગળવારે કહ્યું હતું કે જો પહેલાં પાર્ટીથી કોઇ ભૂલ થઇ છે તો તે માથું ઝુકાવીને માફી માંગવા માટે તૈયાર છે. આ સાથે જ રમખાણમુક્ત ભારત આપવાનો વાયદો પણ કર્યો હતો.

મુસલમાનોને ભાજપના પક્ષમાં લાવવા માટે તેમણે કહ્યું હતું કે અમારું નિવેદન છે કે કોઇ પાર્ટીની સરકાર બનાવવા માટે ચૂંટણી નથી, દેશ બનાવવા માટે ચૂંટણી છે. આપણે કોઇ પાર્ટીની સરકાર બનાવવાની ભૂલ ન કરીએ. તેમણે આગળ કહ્યું હતું કે તમારા મનમાં  જે પ્રશ્ન હોય તે પૂછી લો, જો અમારાથી કોઇ ભૂલ થઇ છે તો અમે માથું ઝુકાવીને માફી માંગીશું.

rajnath

ભાજપ દ્વારા અહીં મુસલમાનોને લઇને 'નરેન્દ્ર મોદી મિશન 272 પ્લસ-મુસ્લિમોની ભૂમિકા' વિષય પર આયોજીત સંમેલનમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું 'કૃપયા તેને જાણી લો કે જો ક્યારેય પણ, ક્યાંય અમારા તરફથી કોઇ ભૂલ અથવા કમી થઇ છે તો, હું તમને આશ્વાસન આપુ છું કે અમે માફી માંગીશું અને અને માથું ઝુકાવીશું.' રાજનાથ સિંહે કહ્યું હતું કે ભાજપ મુસલમાનો વિરૂદ્ધ નથી અને સમુદાયને તેમની પાર્ટી વિરૂદ્ધ કરવામાં આવતા ખોટા પ્રચારમાં આવવું ન જોઇએ. તેમણે કહ્યું હતું કે એકવાર અમને અજમાવો. અમે તમારી આશાઓ પર ખરા ન ઉતરીએ તો ફરી ક્યારેય અમારી તરફ ના જોશો.

English summary
Apparently trying to reach out to Muslims ahead of the crucial General Elections, BJP chief Rajnath Singh on Tuesday said that his party will ask for forgiveness if it had ever committed any mistake in the past.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.