શત્રુઘ્ન સિન્હા 28 માર્ચે પકડશે કોંગ્રેસનો હાથ, રાહુલ ગાંધીની હાજરીમાં થશે પક્ષમાં શામેલ
ભાજપના બાગી નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુઘ્ન સિન્હા માર્ચના અંતમાં કોંગ્રેસનો હાથ પકડી શકે છે.
ભાજપના બાગી નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુઘ્ન સિન્હા માર્ચના અંતમાં કોંગ્રેસનો હાથ પકડી શકે છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર શત્રુઘ્ન સિન્હા 28 કે 29 માર્ચે નવી દિલ્લીમાં કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે. સોમવારે બિહાર કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે પટનામાં પત્રકારોને આ જાણકારી આપી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે.

રાહુલની ઉપસ્થિતિમાં થશે શામેલ
કોંગ્રેસમાં શામેલ થવાના સમાચારો વિશે જ્યારે તેમના મીડિયા પ્રભારી સંજયને પૂછવામાં આવ્યુ તો તે 28 માર્ચના રોજ સવારે 11 વાગે દિલ્લી સ્થિત પાર્ટીના કાર્યાલયમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરશે. ત્યારબાદ તે એક એપ્રિલે પટના પહોંચશે અને પ્રેસ કોન્ફરન્સ કરીને આની જાણકારી આપશે. તે પટના સાહિબથી કોંગ્રેસની સીટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે.

ભાજપે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા
ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિન્હા સતત નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા રહ્યા છે. તે ઘણી વાર વિપક્ષી નેતાઓને મળતા રહ્યા છે. તેમણે વિપક્ષી નેતાઓ સાથે મંચ પણ શેર કર્યો છે. આ તરફ બિહારમાં એનડીએમાં સીટોનું જે એલાન થયુ છે તેમાં પટના સાહિબ સીટ ભાજપના ખાતામાં ગઈ છે. આ સીટથી ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સીટ પર શત્રુઘ્ન સિન્હા અને રવિશંકર પ્રસાદ સામસામે હશે.
|
લઘુત્તમ આવક યોજનાને સિન્હાએ ગણાવી માસ્ટરસ્ટ્રોક
રવિશંકર અને સિન્હા બંને કાયસ્થ જાતિમાંથી આવે છે. પટનામાં આ જાતિના ઘણા મતો છે. એવામાં આ સીટ પર મુકાબલો ખૂબ જ રોચક બની રહેવાનો છે. મંગળવારે શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કરીને રાહુલ ગાંધીની લઘુત્તમ આવક યોજનાની પ્રશંસા કરીને કહ્યુ કે આ માસ્ટર ઑફ સિચ્યુએશન રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક છે. તેમણે આગળ લખ્યુ, આ યોજનાએ અમારા અમુક મહત્વના લોકોને હેરાન કરી દીધા છે અને તેમણે તરત એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘોષણાને છળ કપટ ગણાવી દીધી.












Click it and Unblock the Notifications
