For Quick Alerts
For Daily Alerts
ભાજપે દિલ્હી ચૂંટણી માટે રજૂ કર્યું પોતાનું વિઝન ડોક્યુમેન્ટ
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરી દીધું છે. ભાજપ પ્રદેશ અધ્યત્ર સતીશ ઉપાધ્યાયે જણાવ્યું કે દિલ્હી વિકાસના દાવાની સાથે ચાલશે નહીં કે ડોટ ડોટ-ડોટના મુદ્દાઓ પર.
સતીશ ઉપાધ્યાયે વિઝન ડોક્યુમેંટ જારી કરતા જણાવ્યું કે દિલ્હીમાં વીજળી અને પાણીની સમસ્યાને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે દિલ્હીના હોસ્પિટલ બીમારુ હાલમાં છે જેની સ્થિતિ સુધારવા માટે પણ વિઝન ડોક્યુમેંટમાં સંપૂર્ણ પ્રાવધાન રાખવામાં આવ્યું છે. વિઝન ડોક્યુમેંટના મહત્વપૂર્ણ બિંદુઓને કિરણ બેદીએ વિસ્તારથી જણાવ્યા.
- મધ્યમ વર્ગીય પરિવારના ઓછામાં ઓછા 1 લાખ લોગોને ઘર આપવામાં આવશે.
- જ્યાં ઝોપડીઓ અને મકાન માટે ભાજપ પ્રતિબદ્ધ છે.
- મહિલા સુરક્ષા અને યુવાઓને રોજગાર મહત્વનો મુદ્દો છે.
- વિઝન ડોક્યુમેંટમાં 35 મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે.
- વીજળી-પાણી, મહિલા સુરક્ષાના મુદ્દે પ્રાથમિકતા છે.
- ભ્રષ્ઠાચારની વિરુદ્ધ કોઇપણ પ્રકારનું સમાયોજન નહી કરવામાં આવે.
- દિલ્હીના વિકાસ માટે સરકારી અધિકારીઓની સાથે વિશ્લેષકોની પણ મદદ લેવામાં આવશે, તેના માટે એક્સપર્ટ એડવાઇઝરી કાઉંસિલ બનશે.
- દરેક વિભાગનું ડિજિટાઇજેશન કરવામાં આવશે જેના કારણે કાર્યોની પારદર્શિતા આવશે.
- કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી અને મંત્રી વીડિયો કોંફ્રેસિંગ દ્વારા લોકોના સવાલ સાંભળવામાં આવશે.
- કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી અને મંત્રી વીડિયો કોંફ્રેસિંગ દ્વારા લોકોના સવાલ સાંભળશે.
- દિલ્હીને વિશ્વસ્તરનું શહેર બનાવવામાં આવશે.
Comments
delhi delhi assembly election 2015 assembly election 2015 bjp kiran bedi office દિલ્હી દિલ્હી વિધાનસભા ચૂંટણી 2015 ભાજપ કિરણ બેદી
English summary
BJP releases it Vision document for Delhi election, BJP promises to give 1 lac houses to middle class and poor family.
Story first published: Tuesday, February 3, 2015, 13:08 [IST]