For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ ભાજપે જારી કર્યો ચૂંટણી ઢંઢેરો, 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓનુ આપ્યુ વચન

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઘોષણાપત્ર જારી કર્યુ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઘોષણાપત્ર જારી કર્યુ. મુંબઈમાં ભાજપની કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપનુ આ ઘોષણાપત્ર જારી કર્યુ. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડી રહી છે પરંતુ બંને પક્ષોએ પોતાનુ અલગ અલગ ઘોષણાપત્ર જારી કર્યુ છે. ભાજપે આ ઘોષણાપત્રને સંકલ્પપત્ર નામ આપ્યુ છે.

BJP

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પપત્ર જારી કરવાના પ્રસંગો ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિમાં મૂળ પરિવર્તન કર્યુ છે. તેમણે કહ્યુ કે પાંચ વર્ષ પહેલા મહારાષ્ટ્ર એક ભ્રષ્ટાચારથી ગ્રસિત રાજ્ય હતુ. આઝે દેવેન્દ્ર ફડણવીસજીના નેતૃત્વમાં મહારાષ્ટ્ર ભ્રષ્ટાચારથી મુક્ત રાજ્ય બની ગયુ છે. ભાજપે જે સંકલ્પ પત્ર જારી કર્યો છે તેમાં મહારાષ્ટ્રને દુષ્કાળથી મુક્ત રાજ્ય બનાવવાનુ વચન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત 5 વર્ષમાં એક કરોડ નોકરીઓ આપવાનું વચન પણ આપવામાં આવ્યુ છે.

મહારાષ્ટ્ર સંકલ્પ પત્રની મુખ્ય વાતો

આવનારા 5 વર્ષોમાં મહારાષ્ટ્રને દુષ્કાળથી મુક્ત બનાવવાનુ વચન.

પશ્ચિમથી વહેતી નદીઓના પાણીને ગોદાવરીની ઘાટીથી અટકાવી મરાઠવાડા તેમજ ઉત્તર મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્તભાગમાં પહોંચાડવાનુ કામ કરવામાં આવશે.

મરાઠવાડા વૉટર ગ્રિડ મહત્વાકાંક્ષી યોજનાના માધ્યમથી 11 પુલોને પરસ્પર જોડીને સંપૂર્ણ મરાઠવાડાને પાઈપલાઈનથી આપૂર્તિ.

કૃષ્ણા કોયના તેમજ અન્ય નદીઓમાં પૂરના કારણે વહી જતુ વધારાના પાણીને મહારાષ્ટ્રના સ્થાયી સૂકા ભાગમાં લઈ જવુ.

આવનારા વર્ષોમાં કૃષિમાં લાગતી વિજળીને સૌર ઉર્જા પર આધારિક કરીને ખેડૂતે દિવસમાં 12 કલાકથી વધુ વિજળી પહોંચાડવી.

5 વર્ષમાં એક કરોડ નોકરીઓ

આવનારા પાંચ વર્ષોમાં 1 કરોડ નોકરીઓનુ સર્જન.

1 કરોડ પરિવારોને મહિલા બચત સમૂહમાં જોડીને રોજગારના વિશેષ અવસર ઉપલબ્ધ કરાવવા.

2022 સુધી પ્રત્યેક ઘરને પીવાનુ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવુ. મૂળભૂત સુવિધાઓ માટે કેન્દ્ર સરકારના સહયોગથી 5 લાખ કરોડ રૂપિયાનુ રોકાણ.

રાજ્યના બધા રસ્તાઓનુ સ્થાયી રિપેરીંગ અને દેખરેખ માટે સ્વતંત્ર તંત્રનુ નિર્માણ.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના માધ્યમથી બધી વસ્તીઓને 12 મહિના ચાલતી ચાલતી સડકો સાથે જોડવાનુ કામ કરવામાં આવશે.

ગ્રામ સડક યોજનાના બીજા તબક્કાના માધ્યમથી 30 હજાર કિમીની ગ્રામી સડકો બનાવવી.

ભારત નેટ અને મહારાષ્ટ્ર નેટના માધ્યમથી સંપૂર્ણ મહારાષ્ટ્રને ઈન્ટરનેટ સાથે જોડવાનુ કામ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અને મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના સાથે કોઈ પણ વંચિત ન રહે, સુનિશ્ચિત કરવામાં આવશે.

English summary
BJP releases party's manifesto for Maharashtra assembly elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X