ભાજપનો પલટવાર, વાડ્રા પર બનાવી ‘દામાદ શ્રી’ ફિલ્મ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 એપ્રિલઃ કોંગ્રેસ અને ભાજપની રાજકીય લડાઇ અલગ દિશામાં જઇ રહી છે. નેતાઓના એકબીજા પરના વ્યક્તિગત હુમલાઓ તીખા અને આપત્તિજનક બનતા જઇ રહ્યાં રહ્યાં છે. પ્રિયંકા ગાંધીના મોદી પરના હુમલાથી નારાજ ભાજપે આજે એક વીડિયો ફિલ્મ જારી કરી છે.

robert-vadra
આ ફિલ્મમાં સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર જોરદાર પ્રહારો કરવામાં આવ્યા છે. ફિલ્મ થકી ભાજપે રોબર્ટ વાડ્રા પર ગાંધી પરિવાર સાથેના જોડાણનો ખોટી રીતે ઉપયોગ કરવાના આરોપ લગાવ્યા છે.

ફિલ્મ થકી ભાજપે આરોપ લગાવ્યા છેકે, રોબર્ટ વાડ્રાએ થોડાક વર્ષો પહેલા હરિયાણા અને રાજસ્થાનમાં કરોડોની જમીન હડપી લીધી છે. તેમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ તેમને મદદ કરી છે. ગાંધી પરિવારના બધા ગોરખધંધા પર સફાઇ માંગતા ભાજપે કહ્યું કે તેમણે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.

બીજી તરફ આ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે જણાવ્યું છેકે, રોબર્ટ વાડ્રા પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે ખોટા છે. કોંગ્રેસે વધુમાં કહ્યું છેકે, નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં અંબાણીને 5475 હેક્ટર જમીન સસ્તા ભાવમાં આવી દીધી છે. અંબાણીને આ જમીન 2.5થી 25 રૂપિયા સ્ક્વેયર મીટરના ભાવે આપવામાં આવી છે.

English summary
BJP on Sunday once again targeted Robert Vadra over his land deals in Haryana and Rajasthan and accused Sonia Gandhi and Rahul of helping him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X