For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના 10 વીડિયો સામે AAPની 10 ગેરેન્ટી છે MCD ચૂંટણીઃ અરવિંદ કેજરીવાલ

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે ભાજપ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

MCD Election: દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન(MCD)ની ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ જામી રહ્યો છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ જોરદાર લડત આપી રહી છે. હાલમાં જ આમ આદમી પાર્ટીએ તેનો ઢંઢેરો બહાર પાડતી વખતે 10 ગેરંટી બહાર પાડી હતી. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે ભાજપ પર નિશાન સાધ્યુ છે. કેજરીવાલે કહ્યુ કે એમસીડીની ચૂંટણી ખૂબ જ સ્પષ્ટ થઈ રહી છે. તે ભાજપના 10 વીડિયો વિરુદ્ધ કેજરીવાલની 10 ગેરંટી છે. 4 ડિસેમ્બર સુધી રાહ જોઈએ, દિલ્લીના લોકો તે બધા વીડિયોનો જવાબ આપશે.

cm kejriwal

તમને જણાવી દઈએ કે દિલ્લીના મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં બંધ છે. તેમની સામે મની લૉન્ડ્રિંગ સહિતના ઘણા કેસ ચાલી રહ્યા છે. જેલમાંથી તેમના વીડિયો પણ સતત લીક થઈ રહ્યા છે. જેને લઈને સીએમ કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કર્યો છે. આ સિવાય તેમણે મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવવાની વાત પણ કરી હતી. સીએમ કેજરીવાલે કહ્યુ કે સિસોદિયાને એક્સાઇઝ પોલિસીમાં ક્લીનચીટ મળી છે. CBI-EDના લગભગ 800 અધિકારીઓ છેલ્લા 4 મહિનાથી આના પર કામ કરી રહ્યા હતા. તેમને માત્ર એક જ કાર્ય આપવામાં આવ્યુ હતુ - ગમે તે કરો, મનીષ સિસોદિયાને જેલના સળિયા પાછળ ધકેલો. પરંતુ હવે ચાર્જશીટ બતાવે છે કે તેમની પાસે કોઈ પુરાવા નથી.

કેજરીવાલે વધુમાં કહ્યુ કે મોદીજી કહે છે કે હું 18-18 કલાક કામ કરુ છુ. તેઓ 18 કલાક વિચારે છે કે કેજરીવાલને કામ કરતા કેવી રીતે રોકી શકાય? તેમના મંત્રીઓને જેલમાં કેવી રીતે નાખવા? જો વડાપ્રધાન 18માંથી બે કલાક દેશ માટે કામ કરે તો લોકોને મોંઘવારી અને બેરોજગારીમાંથી રાહત મળે. તેમણે કહ્યુ કે વડાપ્રધાન જીવનભર અમારી તપાસ કરાવતા રહેશે પરંતુ આજ સુધી તેમને કંઈ મળ્યુ નથી. PMએ વ્યક્તિગત રીતે સૂચના આપી હતી - કોઈપણ રીતે સિસોદિયાની ધરપકડ કરો. આજે અમે ગર્વથી કહી શકીએ છીએ - અમે કટ્ટર પ્રમાણિક છીએ.

English summary
BJP's 10 videos Vs AAP 10 guarantee MCD elections says Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X