For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભાજપનો હેતુ મારી ધરપકડ કરીને જેલમાં નાખવાનો છે જેથી હું ગુજરાત ના જઈ શકુ', CBI પૂછપરછ પહેલા બોલ્યા સિસોદિયા

મનીષ સિસોદિયાએ એક પછી એક ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાયાને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્લી સરકારની એક્સાઇઝ પૉલિસીમાં કથિત કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. સિસોદિયા આ કેસમાં પૂછપરછ માટે સોમવારે સવારે 11 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ પહેલા મનીષ સિસોદિયાએ એક પછી એક ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ, 'મારી સામે જે કેસ ચાલી રહ્યો છે તે નકલી છે, ભાજપનો હેતુ મારી ધરપકડ કરીને મને જેલમાં ધકેલી દેવાનો છે જેથી હું ગુજરાતમાં ન જઈ શકુ. ગુજરાતમાં ભાજપ ખરાબ રીતે હારી રહી છે.'

Manish Sisodia

CBIએ રવિવારે મનીષ સિસોદિયાને દિલ્લી એક્સાઈઝ પૉલિસી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યુ હતુ. સિસોદિયોને સીબીઆઈએ સોમવારે 17 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા. અગાઉ આ મામલામાં મનીષ સિસોદિયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ગામમાંથી બેંક લોકર અને બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવી હતી. આપ ધારાસભ્ય સોમનાથ ભારતીએ કહ્યુ કે સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર, ગામ, ઑફિસ દરેક જગ્યાએ સર્ચ કર્યુ. કંઈ મળ્યુ નથી. હવે અહીં પૂછપરછ કરવાથી પણ કંઈ નહીં મળે. બીજેપીના ઈશારે CBI જાણી જોઈને AAP સરકારના મંત્રીઓને હેરાન કરી રહી છે. વાસ્તવમાં ભાજપ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જતા રોકવા માંગે છે.

મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યુ કે, 'મારી વિરૂદ્ધ સાવ ખોટો કેસ બનાવવામાં આવ્યો છે. મારા ઘરે રેડ પાડી, કંઈ મળ્યુ નહીં, મારા બધા બેંક લોકર જોયા, કંઈ મળ્યું નહીં, મારા ગામમાં જઈને બધી તપાસ કરી, કંઈ મળ્યુ નહીં. આ કેસ સંપૂર્ણપણે ખોટો છે. તેમની તૈયારી મારા પર ખોટો કેસ કરીને મારી ધરપકડ કરવાની છે. હું આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનો હતો. આ લોકો ગુજરાતમાં ખરાબ રીતે હારી રહ્યા છે. તેમનો હેતુ મને ગુજરાત ચૂંટણી પ્રચારમાં જવાથી રોકવાનો છે.'

મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યુ, 'પરંતુ મારા જેલમાં જવાથી ગુજરાત ચૂંટણી પ્રચાર અટકશે નહીં. આજે દરેક ગુજરાતી ઉભા થયા છે. ગુજરાતનુ બાળક હવે સારી શાળા, હ\સ્પિટલ, નોકરી, વીજળી માટે ઝુંબેશ ચલાવી રહ્યુ છે. ગુજરાતમાં આવનારી ચૂંટણી એક આંદોલન બની રહેશે. મનીષ સિસોદિયાએ અન્ય એક ટ્વિટમાં કહ્યુ કે, 'હું જ્યારે ગુજરાત ગયો ત્યારે મે ગુજરાતના લોકોને કહ્યુ કે અમે તમારા બાળકો માટે ગુજરાતમાં પણ દિલ્લી જેવી અદ્ભુત શાળાઓ બનાવીશુ. લોકો ખૂબ ખુશ છે. પરંતુ આ લોકો નથી ઈચ્છતા કે ગુજરાતમાં પણ સારી શાળાઓ બને, ગુજરાતના લોકો પણ ભણે અને પ્રગતિ કરે. પૂછપરછ પહેલા સિસોદિયાના ઘરે આમ આદમી પાર્ટીના નેતાઓ એકઠા થયા હતા. સવારે 11 વાગે સીબીઆઈ હેડક્વાર્ટર જતા પહેલા સિસોદિયા મહાત્મા ગાંધીના સ્મારક ગયા હતા.

English summary
BJP's aim is to send me to jail says Delhi deputy CM Manish Sisodia on CBI summons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X