For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં કેપ્ટન સાથે ભાજપનું ગઠબંધન ફાઈનલ, સીટ વહેંચણી માટે કમિટીની રચના

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિન્દર સિંહ આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે ગઠબંધન કરીને લડશે. આ માટે તેઓ સોમવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને મળ્યા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિન્દર સિંહ આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે ગઠબંધન કરીને લડશે. આ માટે તેઓ સોમવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને મળ્યા હતા.

આ બેઠકમાં બીજેપી ચીફ જેપી નડ્ડા અને પંજાબ બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા. બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ, ઢંઢેરો અને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ સંયુક્ત સમિતિ બનાવવા પર પણ સહમતિ સધાઈ હતી.

ચૂંટણીની જાહેરાત પહેલા દરેક મુદ્દા પર સર્વસંમતિ સધાઈ જશે

ચૂંટણીની જાહેરાત પહેલા દરેક મુદ્દા પર સર્વસંમતિ સધાઈ જશે

આ બેઠક બાદ પંજાબ બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, આજે બીજેપી, પંજાબ લોક કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ)ના વડાઓ મળ્યાહતા.

આ દરમિયાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એક કમિટી બનાવવા પર સહમતિ સધાઈ છે, જેમાં ત્રણેય પક્ષોના બે-બે સભ્યોનો સમાવેશ કરવામાંઆવશે.

આ સમિતિ પંજાબ ચૂંટણીના દરેક મુદ્દા પર વાત કરશે. જેમાં બેઠકોની ફાળવણી, સંયુક્ત ઘોષણાપત્ર વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે આશા વ્યક્તકરી હતી કે, ચૂંટણીની જાહેરાત પહેલા દરેક મુદ્દા પર સર્વસંમતિ સધાઈ જશે.

આ છે બીજું અકાલી દળ

આ છે બીજું અકાલી દળ

ગયા વર્ષ સુધી, શિરોમણી અકાલી દળ એનડીએ ગઠબંધનનો ભાગ હતો, પરંતુ નવા કૃષિ કાયદાની રજૂઆત પછી, તેણે ભાજપ સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યાહતા.

આ સિવાય હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સોમવારની બેઠકમાં ભાજપે શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) સાથે ગઠબંધન કર્યું છે, આ પાર્ટી પ્રકાશ સિંહ બાદલની નથી. તેના વડા સુખદેવ સિંહ ધીંડસા છે. તેઓ પણ સોમવારની બેઠકમાં કેપ્ટન સાથે અમિત શાહના ઘરે પહોંચ્યા હતા.

આ છે ભાજપનું પ્લાનિંગ

આ છે ભાજપનું પ્લાનિંગ

પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. ગત ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું, જેના કારણે આ વખતે તેમને કેપ્ટનનો સહારો મળ્યો છે.

સૂત્રોના જણાવ્યાઅનુસાર, ભાજપ 70-80 બેઠકો પર લડવાની યોજના ધરાવે છે, તેઓ બાકીની બેઠકો કેપ્ટન અને ધીંડસાના ખાતામાં નાખશે. જો કે, ટીમો અને પક્ષો એકસાથે મંથન કરીરહ્યા છે કે, કઈ સીટ કોના હાથમાં જશે.

English summary
BJP's alliance with Captain final in Punjab, formation of committee for seat sharing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X