ભાજપની દિવાળી બગડી, પેટાચૂંટણીમાં માત્ર 7 સીટ જીતી, હિમાચલમાં ડિપોઝિટ ડૂલ!

દિવાળી પહેલા આવેલા 13 રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ હિમાચલમાં એક લોકસભા અને એક વિધાનસભા બેઠક ગુમાવી છે, જ્યારે ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં ક્લીન સ્વીપ કરીને ફટકો માર્યો છે.

દિવાળી પહેલા આવેલા 13 રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ તેને હિમાચલમાં એક લોકસભા અને એક વિધાનસભા બેઠક ગુમાવી છે, જ્યારે ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં ક્લીન સ્વીપ કરીને ફટકો માર્યો છે. કુલ 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ભાજપે 22 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી માત્ર 8 બેઠકો જ જીતી રહી હોવાનું જણાય છે. એક તરફ હિમાચલમાં કોંગ્રેસે બીજેપીને ક્લીન સ્વીપ કરી છે તો રાજસ્થાનમાં પણ કોંગ્રેસે ભાજપનો ગઢ ગણાતી ધારિયાવાડ બેઠક પર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસનો ગઢ ગણાતી વલ્લભનગર બેઠક પરથી પણ જીત હાંસલ કરી છે.

narendra modi

હિમાચલ પ્રદેશની કુલ 3 બેઠકો ફતેહપુર, જુબ્બલ કોટખાઈ, અરકી તમામ બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આટલું જ નહીં કોટખાઈથી જીતેલી સીટ પણ ભાજપે ગુમાવી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર રોહિત ઠાકુરનો વિજય થયો છે. રોહિત ઠાકુરને 29447 વોટ મળ્યા, જ્યારે અપક્ષ ઉમેદવાર ચેતન બ્રગટા 23344 મતો સાથે બીજા ક્રમે રહ્યા, તો ભાજપના ઉમેદવાર નીલમ સરાયકને માત્ર 2584 મત મળ્યા અને ડિપોઝીટ ડૂલ થઈ હતી. જીતેલી સીટ પર જામીન જપ્ત થાય એ ભાજપ માટે મોટુ કલંક છે અને આવનારા દિવસોમાં રાજ્યના નેતૃત્વ પર સવાલો ઉભા કરી શકે છે.

કોંગ્રેસની પ્રતિભા સિંહે પણ મંડી લોકસભા સીટ જીતી છે. તે રાજ્યના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની છે. આ બેઠક અગાઉ ભાજપ પાસે હતી અને રામસ્વરૂપ શર્માના નિધન બાદ ખાલી પડી હતી. મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ભાજપ માટે સ્થિતિ સંતોષકારક રહી છે અને પાર્ટીએ ત્રણમાંથી બે બેઠકો જોહત અને પૃથ્વીપુર જીતી છે. આ સિવાય તે રાયગાંવની સીટ હારી રહી હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં તે છેલ્લા 31 વર્ષથી જીતી રહી હતી. જો કે પાર્ટીના ઉમેદવાર જ્ઞાનેશ્વર પાટીલ ખંડવા લોકસભા સીટ પરથી આગળ ચાલી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને તેની બે બેઠકો પણ ગુમાવવી પડી છે. એટલું જ નહીં ત્રણ સીટો પર તૃણમૂલ કોંગ્રેસની જીતનું માર્જીન 1 લાખ નજીક છે. આ દર્શાવે છે કે ભાજપને કેટલી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. દિનહાટા પેટાચૂંટણીમાં TMCના ઉદયન ગુહાએ 1,64,089ના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી, જ્યારે પાર્ટીના સોવનદેવ ચટ્ટોપાધ્યાય ખરદાહથી 93,832 મતોના માર્જિનથી જીત્યા. ટીએમસીએ બંગાળમાં ગોસાબા સીટ પણ કબજે કરી છે.

આસામમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં એનડીએને તમામમાં જીત મળી છે. ભાજપ આમાંથી ત્રણ પર મેદાનમાં હતી, જ્યારે તેની સાથી યુપીપીએલ બે બેઠકો પર જીતી હતી. પૂર્વોત્તર ભારતમાં 10 માંથી તમામ પેટાચૂંટણીઓમાં ભાજપ અથવા તેના સહયોગીઓએ જીત મેળવી છે. બીજી તરફ આંધ્રપ્રદેશની બડવેલ વિધાનસભા બેઠક પરથી YSR કોંગ્રેસના ઉમેદવાર ડો.દાસરીનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ અને ભાજપની ડિપોઝીટ જપ્ત થઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X