For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળા નાણા મુદ્દે દેશમાં જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે: મોદી

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 3 એપ્રિલ: ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક ચાલુ છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહના સંબોધનથી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂઆત થઇ. બેઠકમાં પોતાના ભાષણની શરૂઆત કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે અમે કેન્દ્રમાં 10 મહીના ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે. સાથે જ તેમણે દેશની અર્થવ્યવસ્થા સારી થવાનો પણ દાવો કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યકારિણી બેઠકને સંબોધિત કરી હતી. નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં સંબોધિત કરેલી સભામાં શું કહ્યું આવો એક નજર કરીએ મોદીના ભાષણના મુખ્ય અંશો...

  • પોતાના સંબોધનની શરૂઆતમાં નરેન્દ્ર મોદીએ કર્ણાટકના લોકોનું અભિવાદન કર્યું અને જણાવ્યું કે હવે હવામાન બદલાઇ રહ્યું છે.
  • વડાપ્રધાન બન્યા બાદ પહેલા પણ કર્ણાટક આવ્યો, આજે ફરીથી મને તમારી વચ્ચે આવવાની તક મળી છે.
  • મોદીએ જણાવ્યું કે આ મારા માટે ખૂબ જ સુખદ પળ છે, કે મને કર્ણાટકના લોકો સાથે વાત કરવાની તક મળી.
  • દરરોજ ભ્રષ્ટાચારના સમાચાર આવતા હતા, દુનિયાએ દેશથી મો ફેરવી લીધું હતું.
  • જો તમારી નીતિ ચોખ્ખી હોય તો નિર્ણયો પણ સત્ય જ હોય છે અને પરિણામ પણ સાફ જ આવે છે.
  • ભારત પાછળ રહે તેવું કોઇ કારણ જ નથી.
  • ઘણા પ્રોજેક્ટ કટકી પડ્યા છે. મેં ઘણા પ્રોજેક્ટને આગળ ધપાવ્યા છે.
  • મોદીએ જણાવ્યું કે હવે દેશ ખૂબ ગતિથી આગળ વધી રહ્યો છે.
  • કાળા નાણાને લઇને દેશમાં જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યું. જૂની સરકાર કાળાનાણા પર નિર્ણય લેવા માટે તૈયાર ન્હોતી.
  • 3 વર્ષથી દિલ્હીમાં બેસેલી સરકાર સુપ્રીમ કોર્ટના કહેવા છતાં કાળાનાણા પર નિર્ણય લેવા માટે તૈયાર ન્હોતી.
  • અમે આવતા જ કાળા નાણાની તપાસ માટે એસઆઇટીનું ગઠન કરી દીધું.
  • તેઓ કાળા નાણા પર ટોંટ મારતા હતા.
  • જી-20માં કાળા નાણાના મુદ્દાને ઊઠાવવામાં આવ્યો.
  • અમે કોલસાને હીરો બનાવી દીધો.

મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું વાંચો તસવીરોમાં...

દેશ નવી અર્થવ્યવસ્થાની તરફ આગળ વધી રહ્યો છે

દેશ નવી અર્થવ્યવસ્થાની તરફ આગળ વધી રહ્યો છે

મોદીએ જણાવ્યું કે દેશ નવી અર્થવ્યવસ્થાની તરફ આગળ વધી રહ્યો છે. હવે આઇટી ક્ષેત્રે રોજગારની સંભાવનાઓ વધશે. અમે દેશને મોબાઇલ ગવર્નન્સની તરફ લઇ જવા માંગે છે. મોદીએ જણાવ્યું કે દિલ્હીની સરકારોના વિચારોએ દેશને બરબાદ કરી દીધો. આ વિચારે ભારતને આગળ વધારવાથી રોક્યો કારણ કે જો દેશને આગળ વધારવો હોય તો રાજ્યોને આગળ વધારવા પડશે.

કાળુ નાણું કોઇ લઇ જઇ ના શકે

કાળુ નાણું કોઇ લઇ જઇ ના શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે જે ગયું છે તેને પાછું લાવવાનું છે. હવે કાળુ નાણું કોઇ લઇ જઇ ના શકે તેની વ્યવસ્થા કરવી પડશે. '

અમે કોલસાને હીરો બનાવ્યો

અમે કોલસાને હીરો બનાવ્યો

પહેલાની સરકારે કોલસામાં હાથ નાખ્યો તો લોકોની તિજોરીઓ ભરાઇ ગઇ. અમે સંકલ્પ લીધો કે અમે કોલસાને હીરો બનાવીને ઝંપીશું. કોલસાની 204 ખાણોમાંથી માત્ર 20 ખાણોની હરાજી થઇ છે અને આ હરાજીથી બે લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ સરકારી ખજાનામાં આવી ગઇ.

મોદીની અધ્યક્ષતામાં બેઠક

મોદીની અધ્યક્ષતામાં બેઠક

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેઠકની અધ્યક્ષતા કરી છે જેમાં કાર્યકારિણીના 111 સભ્યોની સાથે વરિષ્ઠ નેતા, પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને અન્ય આમંત્રિત સભ્ય ભાગ લઇ રહ્યા છે. અડવાણીના ભાષણને લઇને સસ્પેન્સ છે.

અડવાણી હતા નારાજ

અડવાણી હતા નારાજ

નોંધનીય છે કે પાર્ટીના માર્ગદર્શક મંડળમાં સામેલ અડવાણીએ આ પહેલા એક વાર જૂન 2013માં ગોવામાં આયોજિત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ ન્હોતો લીધો. તે સમયે મોદીને લોકસભા ચૂંટણી માટે પાર્ટીની પ્રચાર સમિતિની કમાન સોંપાઇ હતી, જેનાથી અડવાણી નારાજ હતા.

English summary
The Bharatiya Janata Partys two-day National Executive began in Bangalore in presence of Prime Minister Narendra Modi, party president Amit Shah and senior BJP leader LK Advani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X