કર્ણાટક: જયાનગર થી બીજેપી ઉમેદવાર વિજય કુમારનું નિધન
બેંગ્લોર જયાનગર થી બીજેપી વિધાયક વિજય કુમારનું હાર્ટ એટેક થવાથી નિધન થયું છે. વિજય કુમારનું નિધન તે સમયે થયું જયારે તેઓ કર્ણાટક વિધાનસભા ઈલેક્શન માટે પ્રચાર કરી રહ્યા હતા.
બેંગ્લોર જયાનગર થી બીજેપી વિધાયક વિજય કુમારનું હાર્ટ એટેક થવાથી નિધન થયું છે. વિજય કુમારનું નિધન તે સમયે થયું જયારે તેઓ કર્ણાટક વિધાનસભા ઈલેક્શન માટે પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર દરમિયાન તેમને ભારે હાર્ટ એટેક આવ્યો અને તેમની મૃત્યુ થયી. જયાનગર બ્લોક 4માં જે સમયે વિજય કુમાર પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવ્યા 10 મિનિટમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમની મૌત થઇ ગયી.

જયારે વિજય કુમારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે તેમનો શ્વાસ બંધ થઇ ગયો હતો અને હૃદય પણ કામ કરતુ ના હતું. ડોક્ટર મંજુનાથ સીએન ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિજય કુમારને હાર્ટ એટેક આવ્યો હતો. અમે પૂરતા પ્રત્યન કર્યા પરંતુ તેમનું હૃદય કામ કરતુ બંધ થઇ ગયું હતું જેના કારણે તેમનું નિધન થયું. ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પહેલા પણ તેમને હાર્ટ એટેક આવી ચુક્યો હતો જેને કારણે તેમના હાર્ટ ને ઘણું નુકશાન થયું હતું.
વિજય કુમાર હાલમાં ભાજપ વિધાયક હતા અને તેઓ ઘરે ઘરે જઈને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. જે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ મતદાતાના ઘરે જ હતા અને વોટ અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન વિજય કુમાર સાથે જે સમર્થક હતા તેઓ તેમને તરત જ હોસ્પિટલ લઈને આવ્યા. જ્યાં તેમને તરત ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. આપણે જણાવી દઈએ કે વિજય કુમારને ઘણા સમયથી હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા હતી. હાલમાં જ તેમનું ઓપેરેશન પણ થયું હતું.












Click it and Unblock the Notifications
