For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા કાર્ડનો એક્કો તો પછી જોકરથી કેમ રમી રહ્યા હતા: સરોજ પાંડે

લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે એક મોટો નિર્ણય લેતા પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા છે તેમને પૂર્વ યુપીની કમાન સોંપી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે એક મોટો નિર્ણય લેતા પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા છે તેમને પૂર્વ યુપીની કમાન સોંપી છે. કોંગ્રેસના આ નિર્ણય પર ભારતીય જનતા પાર્ટી ઘ્વારા તીખી પ્રતિક્રિયા આવી છે. ભાજપે તેને વંશવાદની રાજનીતિ ગણાવી છે. બીજી બાજુ ભાજપા નેતાઓ પ્રિયંકા ગાંધી પર સતત પ્રહાર કરી રહ્યા છે. હવે મહિલા નેતા સરોજ પાંડેએ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી માટે નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: શિવસેનાએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા 'હુકમની રાની', યોગ્ય સમયે કાઢ્યુ ટ્રમ્પ કાર્ડ

સરોજ પાંડેએ રાહુલ ગાંધી માટે કંઈક આવું કહ્યું

સરોજ પાંડેએ રાહુલ ગાંધી માટે કંઈક આવું કહ્યું

સરોજ પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો કોંગ્રેસના લોકો એવું કહી રહ્યા હોય કે પ્રિયંકા ગાંધી કાર્ડનો એક્કો છે તો પછી તેઓ જોકરથી કેમ રમી રહ્યા હતા. તેમને કહ્યું કે જો પ્રિયંકા એક્કો હોય તો જોકર પર સમય બરબાદ કરવાને બદલે તેમને પહેલા જ લાવવાની જરૂર હતી.

કોંગ્રેસના લોકો મહિલાની સુંદરતા વિશે જ વિચારી શકે છે

કોંગ્રેસના લોકો મહિલાની સુંદરતા વિશે જ વિચારી શકે છે

સરોજ પાંડેએ મધ્યપ્રદેશના કોંગ્રેસ સાંસદના તે નિવેદન પર પ્રહાર કર્યો જેમાં તેમને કહ્યું હતું કે કોંગ્રેસ પાસે પ્રિયંકા ગાંધી જેવા સુંદર ચહેરા છે. તેમને કહ્યું કે કોંગ્રેસના લોકો પ્રિયંકા ગાંધી માટે આવી જ સોચ રાખે છે. તેઓ ફક્ત મહિલાની સુંદરતા વિશે જ વિચારે છે. તેમને કહ્યું કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના બાળકોને પણ રાજનીતિમાં લાવવા જોઈએ.

સુશીલ મોદીએ પણ વિવાદિત નિવેદન આપ્યું હતું

સુશીલ મોદીએ પણ વિવાદિત નિવેદન આપ્યું હતું

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા પછી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પ્રિયંકા ગાંધીને યુપીની કમાન સોંપ્યા પર ભાજપે પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી માની ચુકી છે કે રાહુલ ગાંધી ફેલ થઇ ચુક્યા છે. જયારે બીજી બાજુ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર ભાજપા નેતાઓની જીભ લપસી રહી છે. હવે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું છે કે ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી.

પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા

પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને પૂર્વી ઉત્તરપ્રદેશની કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નિર્ણયને કારણે ઘણા પાર્ટીના નેતાઓ જોશમાં છે, જયારે ભાજપ તેને વંશવાદની રાજનીતિ ગણાવી રહી છે.

English summary
BJP leader Saroj Pandey says Priyanka Gandhi is an ace, Rahul Gandhi is the joker
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X