શિવસેનાએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા ‘હુકમની રાની', યોગ્ય સમયે કાઢ્યુ ટ્રમ્પ કાર્ડ
શિવસેનાએ પોતાના સંપાદકીય ‘સામના' માં પ્રિયંકા અને રાહુલની પ્રશંસા કરી છે. શિવસેનાએ તેમને કોંગ્રેસની 'હુકુમની રાની' કહી છે.
પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીથી કોંગ્રેસમાં જ્યાં જબરદસ્ત ખુશીનો માહોલ છે તો બીજી તરફ ભાજપ સતત આને રાહુલ ગાંધીની નિષ્ફળતા સાથે જોડી રહ્યુ છે. જો કે અન્ય રાજકીય પક્ષોએ પ્રિયંકાની એન્ટ્રી પર પોઝિટિવ રિવ્યુ આપ્યા છે. શિવસેનાએ પોતાના સંપાદકીય 'સામના' માં પ્રિયંકા અને રાહુલની પ્રશંસા કરી છે. શિવસેનાએ તેમને કોંગ્રેસની હુકુમની રાની કહી છે. શિવસેનાના સંજય રાઉતે કહ્યુ છે કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીએ યોગ્ય સમયે તેમની નિયુક્તિ થઈ છે અને તે કોંગ્રેસ માટે 'ટ્રમ્પ કાર્ડ' છે.

પ્રિયંકા ગાંધી પોતાની દાદીની જેમ જ કોંગ્રેસ માટે હુકમની રાની સાબિત થઈ શકે છે
શિવસેનામાં ‘સામના' માં રાહુલ અને પ્રિયંકાની પ્રશંસા કરતા લખ્યુ કે રાજકારણમાં પ્રિયંકાની એન્ટ્રીથી માલુમ પડે છે કે કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી કે રાહુલ નિષ્ફળ થઈ રહ્યા હતા એટલા માટે પ્રિયંકાનો રાજકારણમાં પ્રવેશ કરવો આવશ્યક હતો જે સંપૂર્ણપણે નિરાધાર છે. પ્રિયંકા ગાંધી પોતાની દાદીની જેમ જ કોંગ્રેસ માટે હુકમની રાની સાબિત થઈ શકે છે. જો પ્રિયંકા ગાંધીની તોપ ચાલી અને ભીડ ભેગી થવા લાગી તો તે પાર્ટીની હુકમની રાની સાબિત થઈ શકે છે.

શિવસેનાએ રાહુલની પ્રશંસા કરી
શિવસેનાએ લખ્યુ કે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રાફેલ સોદામાં લગાવેલા ભ્રષ્ટાચારના આરોપોને નજરઅંદાજ પણ કરી દઈએ તો પણ હાલમાં જ ત્રણ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો શ્રેય તેમને ન આપવો સંકીર્ણ માનસિકતા દર્શાવે છે. હાલમાં જ યુપીમાં થયેલા સપા-બસપા ગઠબંધન પર બોલતા કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનમાં કોંગ્રેસને જગ્યા નથી આપવામાં આવી. જો કે રાહુલ ગાંધીએ ધૈર્ય સાથે પોતાને શાંત રાખ્યા.

પ્રિયંકાની એન્ટ્રી પર અમુક લોકોને પેટમાં કેમ દુઃખી રહ્યુ છે
શિવસેનાના સંપાદકીયમાં લખ્યુ કે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં બધી સીટો પર એકલા ચૂંટણી લડવાનું એલાન અને ત્યારબાદ સપા-બસપાને હરસંભવ મદદ આપવા તથા તે જ સમયે પ્રિયંકાને રાજકારણમાં લાવવાનો નિર્ણય કરીને પોતાના પત્તાને યોગ્ય રીતે રમ્યુ છે. આનાથી કોંગ્રેસને મદદ મળશે. વળી, પીએમ મોદી દ્વારા પ્રિયંકાના રાજકારણમાં આવવા પર આપેલા નિવેદન પર પાર્ટીએ કહ્યુ કે કોંગ્રેસ વંશવાદી રાજનીતિ કરે છે પરંતુ તેમને એ સમજવાની જરૂર છે કે વર્ષોથી દેશ તેમને સ્વીકૃતિ આપી રહ્યુ છે તો અમુક લોકોના પેટમાં કેમ દુખી રહ્યુ છે?

ભાજપ નહેરુ-ઈન્દિરા પરિવાર માટે આટલા માટે શત્રુતાની ભાવના રાખે છે
શિવસેનાએ લખ્યુ કે ભાજપ નહેરુ-ઈન્દિરા પરિવાર અંગે એટલા માટે શત્રુતાની ભાવના રાખે છે કારણકે તે એમને જબરદસ્ત પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે. ભાજપ, કોંગ્રેસ તરફથી મજબૂત પડકાર મળવા પર ડરી ગઈ છે. વળી, શિવસેના સંજય રાઉતે પણ રાહુલની પ્રશંસા કરતા કહ્યુ કે રાહુલ ગાંધી ખોટા વચનો નથી આપતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી હજુ સત્તામાં નથી, તો હજુ સુધી તો તેમણે એવુ કંઈ કર્યુ નથી. તેમણે એ પણ કહ્યુ કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને યોગ્ય સમયે સક્રિય કર્યા છે. તે પક્ષ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
