બીજેપી સર્વર્ણોની પાર્ટી? અત્યારસુધીના 11 અધ્યક્ષોમાં એક પણ ઓબીસી નહીં, જોઈ લો લિસ્ટ
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનો ઘમંડ તોડ્યા બાદ હવે એનડીએના સહારે સરકાર બની છે. નરેન્દ્ર મોદી અને બીજેપી પર દલિત-ઓબીસી વિરોધી પાર્ટી હોવાના આરોપ લાગે છે તે વાત ઘણે અંશે સાચી સાબિત થાય છે.
નવી સરકાર બન્યા બાદ રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા સહિત 71 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેપી નડ્ડા નવી સરકારમાં સામેલ થયા બાદ બીજેપી નવા પ્રમુખની શોધ કરી રહી છે.

અટલ બિહારી વાજપેયીથી લઈને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓએ આ પદ સંભાળ્યું છે, આવી સ્થિતિમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર આ પદ એવા ચહેરાને આપવાનો છે જે પાર્ટીને આગળ લઈ જઈ શકે.
ભારતીય જનતા પાર્ટી અગાઉ ભારતીય જનસંઘ તરીકે ઓળખાતી હતી અને તેની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જીએ વર્ષ 1951માં કરી હતી. 1980માં ભાજપની રચના બાદ આ પાર્ટીએ વર્ષ 1984માં પ્રથમ સામાન્ય ચૂંટણી લડી. તે સમયે આ પાર્ટીને માત્ર બે સીટો પર સફળતા મળી હતી.
અટલ બિહારી વાજપેયીને ભાજપના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે આ પદ 1980-1986 સુધી સંભાળ્યું. આજે આ પાર્ટી એવા તબક્કે છે કે તે પોતાને સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરી રહી છે અને તેમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે.
અટલ પછી લાલકૃષ્ણ અડવાણી ભાજપના અધ્યક્ષ બન્યા. તેઓ 1986 થી 1991 સુધી પાર્ટીના અધ્યક્ષ હતા. અડવાણી માત્ર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નથી પરંતુ તેઓ આ પાર્ટીના મજબૂત સ્તંભ પણ ગણાય છે.
લાલકૃષ્ણ અડવાણી એ જ વ્યક્તિ છે જેમણે ભાજપનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લાલકૃષ્ણ અડવાણી એવા નેતા છે જેઓ ભાજપના સૌથી લાંબા સમય સુધી પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે લાંબા સમય સુધી સાંસદ તરીકે દેશની સેવા કરી છે.
અડવાણી પછી મુરલી મનોહર જોશી (1991-1993), કુશાભાઉ ઠાકરે (1998-2000), બંગારુ લક્ષ્મણ (2000-2001), જના કૃષ્ણમૂર્તિ (2001-2002), વેંકૈયા નાયડુ (2002-2004), રાજનાથ સિંહ (2005-2004), 2009), નીતિન ગડકરી (2009-2013), અમિત શાહ (2014-2020) અને જેપી નડ્ડા (2020-23)ને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
