જેલમાં બંધ આપ નેતા સત્યેન્દ્ર જૈનનો મસાજ કરાવતો વીડિયો ભાજપે કર્યો શેર, VVIP ટ્રીટમેન્ટ પર ઉઠાવ્યો સવાલ
ભાજપે તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેડ પર સૂતા-સૂતા કંઈક વાંચી રહ્યા છે અને એક વ્યક્તિ તેમનો મસાજ કરી રહી છે.
Satyendra Jain Massage Video: દિલ્લીમાં આમ આદમી પાર્ટી નેતા સત્યેન્દ્ર જૈન મની લૉન્ડ્રીંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. કોર્ટે હાલમાં તેમને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ દરમિયાન ભાજપે તિહાર જેલમાંથી તેમનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેડ પર સૂતા-સૂતા કંઈક વાંચી રહ્યા છે અને એક વ્યક્તિ તેમનો મસાજ કરી રહી છે. આ વીડિયોને લઈને ભાજપે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. આ પહેલા પણ ભાજપે સત્યેન્દ્ર જૈનને VVIP ટ્રીટમેન્ટ આપવા બદલ જેલ અધિક્ષક અજીત કુમારને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

ભાજપના પ્રવક્તા શહજાદ જય હિંદ પૂનાવાલાએ સત્યેન્દ્ર જૈનને જેલમાં મળી રહેલી VVIP ટ્રીટમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટ કર્યુ કે 'જેલમાં VVIP ટ્રીટમેન્ટ! શું કેજરીવાલ આવા મંત્રીનો બચાવ કરી શકે? શું તેમને સસ્પેન્ડ ના કરવા જોઈએ? આ આપનો અસલી ચહેરો બતાવે છે! 'આ સિવાય, અન્ય એક ટ્વિટમાં પૂનાવાલે કહ્યુ કે જુઓ સત્યેન્દ્ર જૈનને જેલમાં સજાને બદલે મઝા મળી રહી છે. જેલની અંદર હેડ મસાજ કરવામાં આવી રહ્યો છે. સત્યેન્દ્ર જૈનને હવાલાબાજ ગણાવીને કહ્યુ કે કેવી રીતે તેમને 5 મહિનાથી જામીન મળ્યા નથી અને તેઓ સજાના નામે જેલમાં આનંદ માણી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ જો કે જૈન સાથે જેલમાં વિશેષ વ્યવહાર કરવાના આરોપોને વાહિયાત અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
તિહાર જેલના સૂત્રોએ ભાજપ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને જૂનો ગણાવ્યો છે. આ સાથે જેલ પ્રશાસનનુ કહેવુ છે કે સંબંધિત મામલામાં અધિકારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ મૂક્યો હતો કે કથિત મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં હેડ મસાજ, પગની મસાજ અને પીઠની મસાજ જેવી સુવિધાઓ સાથે વીઆઈપી સારવાર આપવામાં આવી રહી છે. આ સંદર્ભે ઇડીએ કોર્ટમાં પુરાવા પણ રજૂ કર્યા હતા.
આ કેસમાં ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યુ હતુ કે સત્યેન્દ્ર જૈનને અજાણ્યા વ્યક્તિ દ્વારા માલિશ કરવામાં આવી રહી છે અને તેમને ખાસ ભોજન આપવામાં આવી રહ્યુ છે. પુરાવા તરીકે સોલિસિટર જનરલે કોર્ટને સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ કેસમાં 30 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.
So instead of Sazaa - Satyendra Jain was getting full VVIP Mazaa ? Massage inside Tihar Jail? Hawalabaaz who hasn’t got bail for 5 months get head massage !Violation of rules in a jail run by AAP Govt
— Shehzad Jai Hind (@Shehzad_Ind) November 19, 2022
This is how official position abused for Vasooli & massage thanks to Kejriwal pic.twitter.com/4jEuZbxIZZ
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
