ચાર્જશીટમાં કટારિયાનું નામ એક રાજનૈતિક કાવતરૂ : રાજનાથ સિંહ

તેમણે બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે પહેલા ગુજરાતના મંત્રી અમિત શાહને પણ ફસાવામાં આવ્યા અને હવે રાજસ્થાનમાં બીજેપી નેતા ગુલાબ સિંહ કટારિયાને જાણી જોઇને ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ સરકાર દ્વારા જાણી જોઇને કરવામાં આવેલ કાવતરૂ છે જેના થકી કટારિયાને ફસાવવાની કોશિશ કરવામાં આવી છે.
આ પ્રેસ કોન્ફ્રેન્સમાં હાલમાં બીજેપી નેતા અરુણ જેટલીએ કહ્યું કે સીબીઆઇએ દાખલ કરેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં એક કાવતરા રૂપે બીજેપી નેતા ગુલાબ સિંહ કટારિયાનું નામ નાખવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ ગઇકાલે સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર મર્ડર કેસમાં રાજસ્થાનના વરિષ્ઠ ભાજપા નેતા ગુલાબ સિંહ કટારિયા અને ત્રણ અન્યની સામે હત્યાનો મામલો નોંધ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ બાદ કટારિયા બીજા મોટા રાજનેતા છે જેમની સામે આ કહેવાતા નકલી એન્કાઉન્ટરના કેસમાં નામ ઉછાળવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
