For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં વિવાદ: મોદી મુદ્દે 2 દિગ્ગજો આમને-સામને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
બિહાર, 11 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને અત્યાર સુધી બિહારમાં ભાજપ અને જનતા દળના નેતાઓ આમને-સામને જોવા મળે છે. ત્યારે આ મુદ્દે ભાજપના બે મોટા ગજાના નેતા આમને-સામને આવી ગયા છે.

બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ કુમારે કહ્યું હતું કે આગામી વર્ષે 15 એપ્રિલના રોજ પટનામાં યોજાનારી ભાજપની 'હુંકાર રેલી'માં નરેન્દ્ર મોદીને બોલાવવા અંગેનો કોઇ નિર્ણય લેવાયો નથી.

નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભાજપ પાર્ટી પણ ઇચ્છતી નથી કે મોદી બિહાર જાય. સુશિલ કુમારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે 'હુંકાર રેલી'માં પધારવા માટે નરેન્દ્ર મોદીને કોઇ આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમને કહ્યું હતું કે બિહારની સામાજિક સંરચના અને ગ્રામ્ય વિસ્તારનું ધ્યાન રાખતાં ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને બિહાર ન આપવવા દેવા માટેનો નિર્ણય કર્યો છે.

આ અગાઉ ભાજપના બિહાર એકમના અધ્યક્ષ સી પી ઠાકોરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને રેલીમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવશે અને તેમને બિહાર આવવાથી કોઇ રોકી શકશે નહી.

સુશિલ કુમાર અને મોદીના નિવેદન અંગે પૂછવામાં આવતાં સી પી ઠાકોરે બુધવાર કહ્યું હતું કે તેમણે મોદીનો સાક્ષાત્કાર જોયો નથી, પરંતુ જો આવું હશે તે ઉપમુખ્યમંત્રી સુશિલ કુમાર સાથે વાત કરશે. તેમને કહ્યું હતું કે ભાજપના બધા નેતાઓને બોલવવામાં આવશે તો નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે.

પી સી ઠાકોરે કહ્યું હતું કે ' નરેન્દ્ર મોદીએ આવું નિવેદન આપવું જોઇએ નહી, મોદી ભાજપના નેતા છે અને 'હુંકાર રેલી' પાર્ટીનો કાર્યક્રમ છે. જેમાં તેમને બોલવવામાં આવશે' જોકે તમને કહ્યું હતું કે પાર્ટીના નેતૃત્વ અંગે સુશિલ કુમાર અને મોદી વચ્ચે વાતચીત કરવામાં આવશે.

English summary
To invite Narendra Modi or not? That seems to be the Hamletian dilemma for the Bharatiya Janata Party (BJP), part of the ruling alliance in Bihar, with one leader saying yes and the other a firm no.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X