દિગ્ગીના ટ્વિટ સામે શાહનવાઝનો તેમની જ ભાષામાં પ્રહાર

shahnawaz hussain
નવી દિલ્હી, 17 મે : સીબીઆઇની સ્વતંત્રતાના વિરોધમાં કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના ટ્વિટનો બીજેપી પ્રવક્તા શાહનવાઝ હુસૈને તેમની ભાષામાં જ ટ્વિટ કરી જવાબ આપ્યો છે. દિગ્વિજયે સીબીઆઇના તપાસ અધિકારીઓના સ્તર પર સવાલ ઉઠાવતા સીબીઆઇની સ્વતંત્રાનો વિરોધ કર્યો હતો, જેના જવાબમાં શાહનવાજ હુસૈને ટ્વિટ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે સીબીઆઇમાં તપાસ અધિકારી અમૂમન ઇન્સ્પેક્ટર અથવા ડીએસપી હોય છે. શું તેમને વગર કોઇને પૂછ્યા વગર કે કોઇને રિપોર્ટ નહીં કરવાની સ્વતંત્રતા આપી દેવી યોગ્ય રહેશે.

દિગ્ગીના આ ટ્વિટનો જવાબ શાહનવાજ હુસૈને પણ ટ્વિટ કરીને આપ્યો છે, પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે લખ્યું છે કે કોંગ્રેસ જ્યારે એક પોલીસ અધિકારીને ગૃહમંત્રી બનાવી શકે છે, અને વહિવટદારને પ્રધાનમંત્રી બનાવી શકતી હોય તો પછી તે એક ડીએસપી અથવા ઇન્સ્પેક્ટર પર ભરોશો કરવા પર કેમ ખચકાઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયે દેશના ગૃહમંત્રીનો પદભાર સંભાળી રહેલા સુશીલ કુમાર શિંદે ક્યારેક પોલીસખાતામાં પોલિસ સબ ઇન્સ્પેક્ટર હતા. જ્યારે ખુદ પ્રધાનમંત્રી મનમોહનસિહં દેશના રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે. શાહનવાઝે પોતાના ટ્વિટથી દિગ્ગીને જવાબ આપવાની સાથે સાથે કોંગ્રેસ અને તેના નેતાઓ પર પણ નિશાનો સાધ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X