ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણી 2014ના વિજયની ઉજવણી

Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 મે : દેશમાં ગઇકાલે એક્ઝિટ પોલ રજૂ થયા બાદ સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થકોમાં અનેરા ઉત્સાહનો અનુભવ કરવા લાગ્યા છે. એક તરફ નરેન્દ્ર મોદી અને ભાજપ 16 મેના રોજ થનારી મતગણતરીમાં પરિણામો પોતાના તરફી આવશે એવું માનીને ચાલી રહ્યા છે. જેના પરિણામે નરેન્દ્ર મોદી પીએમ બનતા ગુજરાતના ભાવિ સીએમનું નામ નક્કી કરવા બેઠકનો દોર શરૂ થઇ ગયો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ દ્વારા માત્ર ગુજરાત કે અમદાવાદ શહેરમાં જ નહીં પરંતું દેશના વિવિધ શહેરોમાં ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે દેશમાં સૌથી ભવ્ય ઉજવણી અમદાવાદમાં કરવામાં આવશે.

ઉજવણી માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપાયું કામ

ઉજવણી માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપાયું કામ

ભાજપની જીત પાક્કી છે એમ માનીને ગુજરાત ભાજપની એક ટીમ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સાથે મળીને 16 મેના રોજ પરિણામો બાદ 'ભારત વિજય'ની ઉજવણી કેવી રીતે કરવી તે અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર કરાશે ઉજવણી

સાબરમતી રિવરફ્રન્ટ પર કરાશે ઉજવણી

આ માટે સાબરમતી રિવરફ્રન્ટ પર એક ભવ્ય મંચ બનાવવામાં આવી રહ્યું છે.

બોલીવુડ સ્ટાર્સ આવશે અમદાવાદ

બોલીવુડ સ્ટાર્સ આવશે અમદાવાદ

આ ભવ્ય વિજય ઉજવણીમાં બોલીવુડના અનેક સ્ટાર્સ અને કલાકારો હાજર રહેશે. આ માટેનું કાર્ય પરેશ રાવલ અને સ્મૃતિ ઇરાનીને સોંપવામાં આવ્યું છે.

દરેક વિજેતાનું વિજય સરઘસ

દરેક વિજેતાનું વિજય સરઘસ

ભાજપ પોતાના દરેક ઉમેદવારે જીતેલી બેઠક પર વિજય સરઘસ કાઢશે. આ ઉપરાંત અમદાવાદમાં કલાકારો સાથે સંયુક્ત વિજય ઉજવણી કરવામાં આવશે.

ઐતિહાસિક હશે ઉજવણી

ઐતિહાસિક હશે ઉજવણી

કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ વખતે ભાજપે સૌથી સારો દેખાવ કર્યો છે. જેના કારણે તેવી ઉજવણી ઐતિહાસિક રીતે ભવ્ય બનાવાશે.

ભાજપ આ રીતે કરશે 'ભારત વિજય'ની ભવ્ય ઉજવણી

દરેક વિજેતાનું વિજય સરઘસ
ભાજપ પોતાના દરેક ઉમેદવારે જીતેલી બેઠક પર વિજય સરઘસ કાઢશે. આ ઉપરાંત અમદાવાદમાં કલાકારો સાથે સંયુક્ત વિજય ઉજવણી કરવામાં આવશે.

ઐતિહાસિક હશે ઉજવણી
કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ વખતે ભાજપે સૌથી સારો દેખાવ કર્યો છે. જેના કારણે તેવી ઉજવણી ઐતિહાસિક રીતે ભવ્ય બનાવાશે.

English summary
BJP started preparing to celebrate lok sabha election 2014 victory after exit poll come out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X