• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પરિણામ પહેલા ભાજપે શરૂ કરી ઉજવણીની તૈયારીઓ, કોંગ્રેસ સતર્ક

|

લોકસભા ચૂંટણીના પરિણામોની સમગ્ર દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. દોઢ મહિનાની લાંબી મતદાન પ્રક્રિયા બાદ આજે 542 સીટો પર મતગણતરી થઈ રહી છે. મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપ આગળ છે. એવામાં ભાજપે ઉજવણીની તૈયારીઓ માટે અગિયાર કિલો મોતીચૂરના લાડુ, 16.5 કિલો ક્રીમ, 16.5 કિલો ખાંડ અને 22 કિલો ઘઉં અને 12 રસોઈઆનો ઑર્ડર આપી દીધો છે. બંગાળી પેસ્ટી શૉપ 10 કિલો લાડુ બનાવવામાં વ્યસ્ત છે. આ ઑર્ડર દિલ્લી ભાજપે આપ્યા છે.

આ પણ વાંચોઃ પરિણામ પહેલા શશિ થરુરે કર્યુ ટ્વીટ, 'જોઈએ આ D-Dayમાં શું થશે'

ભાજપમાં ઉજવણીની તૈયારીઓ

ભાજપમાં ઉજવણીની તૈયારીઓ

બંગાળી પેસ્ટી શૉપ દિલ્લીના માલિક ઉમેશ અગ્રવાલે કહ્યુ કે અમારે બે વાગ્યા સુધીમાં આ ઑર્ડર ડિલીવર કરવાના છે. 54 વર્ષના અગ્રવાલે જણાવ્યુ કે અડધા કિલો કેકનો એક નમો દિલ્લી ભાજપના ડિયા પ્રભારી નીલકાંત બખ્શીને મંગળવારે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમને આ ઑર્ડર મળ્યો. અગ્રવાલે કહ્યુ કે કેકની કિંમત 900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. જો કે બુધવારે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં વ્યસ્તતા જોવા મળી. ભાજપના શાનદાર હેડક્વાર્ટરમાં પરિણામની તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુરુવારે અહીં આવવાની અપેક્ષા છે. બુધવારે અમિત શાહે અહીં બેઠક કરી.

મીડિયા માટે પણ તૈયારીઓ

મીડિયા માટે પણ તૈયારીઓ

એક પંડાલમાં સમાચાર ચેનલો માટે પણ સ્ટુડિયોનો સેટઅપ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાર્ટી કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભાજપ નેતા શ્યામ જાજૂએ કહ્યુ કે અમને કાર્યકર્તાઓ અને સમર્થકોના પારંપરિક સંગીત વાદ્યયંત્રોને કાર્યાલયમાં લાવવા માટે કાલે ફોન આવ્યો. ઉજવણીનો માહોલ હશે પરંતુ હેડક્વાર્ટરમાં સમયથી પહેલા ઉજવણી નહિ થાય. અમે અહીં લાડવા નથી બનાવી રહ્યા.

દિલ્લી ઓફિસમાં પણ ઉજવણીની તૈયારીઓ

દિલ્લી ઓફિસમાં પણ ઉજવણીની તૈયારીઓ

ભાજપના દિલ્લી એકમ પોતાના 14 પંત માર્ગ કાર્યાલયમાં પરિણામ જોવા માટે એલઈડી સ્ક્રી લગાવશે. રાજ્ય કાર્યાલયમાં એક બેઠક આયોજિત કરવામાં આવી જ્યાં કાર્યકર્તાઓને શાંત રહેવા માટે સલાહ આપવામાં આવી. દિલ્લી ભાજપના પ્રમુખ મનોજ તિવારીએ કહ્યુ, ‘મે કાર્યકર્તાઓને કહ્યુ છે કે તે શાંતિ જાળવી રાખે કારણકે વિપક્ષ તેમને ઉકસાવવાની કોશિશ કરશે કારણકે તેમને ઈવીએમમાં વિશ્વાસ નથી, હેડક્વાર્ટરમાં લાડુ પણ આવશે.'

English summary
bjp starts celebration preparations before Lok sabha Elections results are declared
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more