UP નગરપાલિકા ચૂંટણીમાં બીજેપી મુસ્લિમ ઉમેદવારો ઉતારશે, જાણો શું છે રણનીતિ?

ઉત્તર પ્રદેશ નગરપાલિકા ચૂંટણીમાં બીજેપી મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારો ઉતારવા જઈ રહી છે.

ગુજરાત અને હિમાલચ પ્રદેશની ચૂંટણી પુરી થઈ છે અને હવે ઉત્તરપ્રદેશમાં નગરપાલિકા ચૂંટણીઓ આવી રહી છે. હિમાચલમાં હાર અને ગુજરાતમાં જીત બાદ હવે બીજેપીએ ઉત્તરપ્રદેશમાં સ્થાનિક ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરી છે. બીજેપીને મુસ્લિમ વિરોધી પાર્ટી માનવામાં આવે છે ત્યારે હવે પાર્ટીએ મુસ્લિમોને સાથે લેવા માટેની રણનીતિ પર કામ શરૂ કર્યુ છે.

election

ઉત્તર પ્રદેશ નગરપાલિકા ચૂંટણીને લઈને હવે બીજેપીએ મુસ્લિમોને આકર્ષવા માટે રણનીતિ પર કામ શરૂ કર્યુ છે. હવે બીજેપી તેની નવી રણનીતિ અનુસાર પહેલી વખત મુસ્લિમ ઉમેદવારો ઉતારશે. ઉત્તર પ્રદેશમાં ઘણી મુસ્લિમ બહુમતી ધરાવતી સીટો છે. આવી 80 ટકા બહુમતી ધરાવતી સીટો પર બીજેપી મુસ્લિમ ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે.

આ મુદ્દે વાત કરતા બીજેપીના વ્રજ વિસ્તારના અધ્યક્ષ રજનીકાંત મહેશ્વરીએ જણાવ્યુ કે, 157 નગરપાલિકામાં બીજેપી 20 સીટો પર મુસ્લિમ ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. આવી સીટોની વાત કરીએ તો,પીલીભીતનું ન્યુરિયા, કાસગંજનું ભાર્ગેન અને અલીગઢના કોડિયાગંજ જેવા નગરોનો સમાવેશ થાય છે. અહીં મુસ્લિમ વસ્તી બહુમતીમા છે.

બીજેપી એક તરફ મુસ્લિમ લાભાર્થીઓ પર ધ્યાન આપી રહી છે તો બીજી તરફ સતત મુસ્લિમ સંમેલનો યોજીને મુસ્લિમોને પોતાના તરફ કરવા મહેનત કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X