For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra Assembly Speaker: નાના પટોલે બનશે વિધાનસભા સ્પીકર, ભાજપે કિસન કથોરેનું નામ પાછું ખેંચ્યુ

Maharashtra Assembly Speaker: નાના પટોલે બનશે વિધાનસભા સ્પીકર, ભાજપે કિસન કથોરેનું નામ પાછું ખેંચ્યુ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલેને મહારાષ્ટ્ર વિધાનસભામાં નિર્વિરોધ સ્પીકર ચૂંટાશે તે નક્કી થઈ ગયું, જણાવી દઈએ કે ભાજપે પોતાના ઉમેદવાર કિસન શંકર કથોરેનું નામ પરત લઈ લીધું છે, ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ભાજપે શનિવારે વિધાનસભા અધ્યક્ષ પદ માટે કિસન શંકર કથોરેનું નામ આગળ વધાર્યું હતું પરંતુ તમામ નેતાઓ સાથે વાતચીત બાદ પાર્ટીએ કથોરેનું નામ પરત લેવાનો ફેસલો કર્યો છે, જેથી નાના પટોલેનો મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

ભાજપના ઉમેદવારનું નામ પરત ખેંચાયું

ભાજપના ઉમેદવારનું નામ પરત ખેંચાયું

જ્યારે અગાઉ એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું કે અગાઉ વિધાનસભા સ્પીકર પદ માટે વિપક્ષે પણ ઉમેદવારોને ઉતાર્યા હતા, પરંતુ અન્ય ધારાસભ્યોના અનુરોધ અને વિધાનસભાની ગરિમાને બનાવી રાખવા માટે તેમણે નામ પરત લઈ લીધું, હવે સ્પીકરની ચૂંટણી નિર્વિરોધ થશે.

ઉદ્ધવ ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ

ઉલ્લેખનીય છે કે અગાઉ શનિવારે ઉદ્ધવ ઠાકરે સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો હતો, બહુમત પરીક્ષણ દરમિયાન મહા વિકાસ અઘાડી સરકારના પક્ષમાં 169 વોટ પડ્યા. જ્યારે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક ધારાસભ્ય સહિત 4 ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટમાં કોઈને સપોર્ટ ન કર્યો. ચારેય ધારાસભ્યો તટસ્થ રહ્યા. અગાઉ ભાજપે ફ્લોર ટેસ્ટ દરમિયાન સદનથી વૉકઆઉટ કર્યું. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપ તરફથી સરકાર આને લઈ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ભાજપી નેતાએ ઠાકરે સરકાર પર આ આરોપ લગાવ્યા

દિગ્ગજ ભાજપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નિયમો વિરુદ્ધ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું. મંત્રીઓએ ખોટી રીતે શપથ ગ્રહણ કર્યા. ભાજપ તરફથી ઉઠાવવામાં આવેલ સવાલો પર ખુદ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં જવાબ આપ્યો.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ખરી-ખોટી સંભળાવી

સીએમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ખરી-ખોટી સંભળાવી

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણ પાસ કર્યા બાદ સીએણ ઉદ્ધવ ઠાકરેએ વિપક્ષી પાર્ટી ભાજપ પર જોરદાર હુમલો બોલ્યો. તેમણે ફ્લોર ટેસ્ટ દરમિયાન ભાજપના સદનથી વૉકઆઉટ કરવા પર નિશાનો સાધ્યો. ઉદ્ધ ઠાકરેએ કહ્યું કે, મને સદનમાં કામ કરવાનો અનુભવ નથી, હું અત્યારસુધી મેદાનમાં લડતો આદમી રહ્યો છું, પરંતુ અહીં જે વ્યવહાર જોયો, તેનાથી લાગ્યું કે મેદાન જ સાચો હતો. ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે વૈચારિક મતભેદ રાખવો અલગ રીત હોય છે. સદનમાં વૈચારિક મતભેદોને ખોટી રીતે રાખવામાં આવ્યો છે. આ મહારાષ્ટ્રની પરંપરા નથી.

ગોડસેને લઈ પ્રજ્ઞા ઠાકુરે આપેલ નિવેદન પર અમિત શાહે ચુપ્પી તોડીગોડસેને લઈ પ્રજ્ઞા ઠાકુરે આપેલ નિવેદન પર અમિત શાહે ચુપ્પી તોડી

English summary
BJP to withdraw Kisan Kathore's name as Assembly Speaker
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X