For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ સહિત ઘણા પક્ષોમાં તોડફોડ કરવાની તૈયારીમાં અમિત શાહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): તેમાં કોઇ શક નથી કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તે કંપનીના સીઇઓ તરીકે કામ કરે છે, જેના માટે લક્ષ્યને પુરૂ કરવું જ એકમાત્ર હેતું હોય છે. તેનો હેતુંને પુરો કરવા માટે વિરોધીઓને નબળા કરવા જરૂરી પણ છે. અને હવે આ કામ ભાજપ ઘણા રાજ્યોમાં કરવા જઇ રહી છે.

હવે ભાજપ રાજ્યોમાં સહયોગી દળો સાથે પોતાની આગળની યાત્રાને વધારવા માટે વધુ બીજા દળોને અસરદાર અને પ્રભાવશાળી નેતાઓને તો તોડશે. તેમને પોતાની સાથે લાવવા માટે લાલચ આપશે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન તેને આ રણનિતીને અપનાવી અને હવે તેના પર અખિલ ભારતીય સ્તર પર કામ કરવાનું શરૂ થઇ ગયું છે. લોકસભા ચૂંટણી દરમિયાન હરિયાણામાં રાવ ઇંદ્રજીત સિંહ અને ચૌધરી બીરેન્દ્ર સિંહને હરિયાણામાં કોંગ્રેસને તોડીને ભાજપની સાથે જોડવામાં આવી. હવે તેમને મંત્રીપદ પણ સોંપવામાં આવ્યું છે. હરિયાણામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

amit-shah.jpg

આ રણનિતી પર પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ગંભીરતાથી કામ કરી રહ્યાં છે. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન બિહારમાં રામ કૃપાલ સિંહ તો લાલૂ પ્રસાદ યાદવની પાર્ટીમાંથી નિકાળીને ભાજપમાં જોડાયા. તેમણે પાર્ટીએ ટિકીટ આપી. યાદવને પણ તાજેતરમાં મોદી સરકારના વિસ્તારમાં સામેલ કરી લેવામાં આવ્યા છે.

આ ક્રમમાં જમ્મૂ-કાશ્મીરમાં નેશનલ કોંફ્રેંસના નેતા અજાતશત્રુ સિંહ પણ ભાજપ સાથે જોડાઇ ગયા છે. તે કર્ણ સિંહના પુત્ર છે. તેમને જમ્મૂમાં અસરદાર ગણવામાં આવે છે.

ભાજપના રણનીતિકાર માને છે કે રાજ્યોમાં સહયોગીઓની સાથે તે ખૂબ દૂર સુધી જઇ શકે છે. પહેલાં પંજાબમાં અકાળી દળ સાથે થોડી ખટપટ થઇ અને હવે મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે વિવાદ ચાલી રહ્યો છે. જાણકારો માને છે કે ભાજપને સમજાઇ ગયું છે કે વિભિન્ન પક્ષોના તે નેતાઓને પોતાની સાથે જોડી શકાય છે, જેમની સારી પોતાના વિસ્તરમાં છે અને પોતાના પક્ષમાં ગુંગળામણ અનુભવે છે.

English summary
Bhartiya Janta Party will now woo the key leaders of other parties and give them offer them goodies. This is the exercise for coming elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X