For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા તબક્કાના મતો માટે વધુ એક બાલાકોટની યોજના બનાવી રહ્યુ છે ભાજપ: મહેબુબા મુફ્તી

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ એક વાર ફરીથી પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય દળો એકબીજા પર જોરદાર હુમલો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ એક વાર ફરીથી પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યુ છે. પીએમ મોદીએ ચૂંટણી રેલીઓમાં ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં હવાઈ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. જેના માટે મહેબુબા મુફ્તીએ પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યુ છે.

mehbooba mufti

મહેબુબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યુ, 'ભાજપને પહેલા તબક્કામાં જ પોતાની હાર દેખાવા લાગી છે એટલા માટે ભાજપ લોકોમાં અસુરક્ષાની ભાવના પેદા કરવાની કોશિશ કરી રહ્યુ છે. એવુ લાગે છે કે ભાજપ બાલાકોટ જેવા વધુ એક હુમલાની યોજના બનાવી રહ્યુ છે જેથી તેમને લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મત મળી શકે.' પીએમ મોદીએ પોતાની ચૂંટણી રેલીમાં બાલાકોટમાં હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે પાકિસ્તાને ભૂલ કરી તો આપણે તેમના ઘરમાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા. જો પાકિસ્તાને ફરીથી ભૂલ કરી તો લેવાના દેવા પડી જશે. કઠુઆમાં પીએમ મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી અને પીડીપી-એનસી પર જોરદાર નિશાન સાધ્યા હતા. પીએમ મોદીએ આ બંને પક્ષોના નેતૃત્વને રાજ્યના વિકાસમાં બાધક ગણાવ્યા હતા.

પીએમ મોદીએ નેશનલ કૉન્ફરન્સના જમ્મુ કાશ્મીરના અલગ પ્રધાનમંત્રી હોવાના નિવેદન પર પણ નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે દેશની એકતા અને અખંડતા મજબૂત છે. તેમણે ભાજપ સામે વિપક્ષી દળોના મહાગઠબંધનને મહામિલાવટી ગણાવ્યુ અને કહ્યુ કે આ લોકોનું એક જ લક્ષ્ય છે - મોદીને હટાવવા. આ ઉપરાંત પીએમ મોદીએ આર્ટીકલ 370 અને આર્ટીકલ 35એ વિશે કોંગ્રેસ પર પણ હુમલો કર્યો.

આ પણ વાંચોઃ MeToo- પહેલી વાર પ્રિયંકા ચોપડાએ કર્યો ખુલાસો, 'મારી સાથે પણ થયુ છે યૌન શોષણ'આ પણ વાંચોઃ MeToo- પહેલી વાર પ્રિયંકા ચોપડાએ કર્યો ખુલાસો, 'મારી સાથે પણ થયુ છે યૌન શોષણ'

English summary
BJP trying to createa sense of insecurity seeing their defeat, says mehbooba mufti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X