For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ગુજરાતમાં ગર્જ્યા, 'સંકટમાં ફસાયેલા દેશનું ભલુ કરશે ભાજપ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 14 સપ્ટેમ્બર: દિલ્હીમાં નરેન્દ્ર મોદીની તાજપોશી થઇ, લાંબા ડ્રામા બાદ અંતે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી દિધા. ભાજપ સંસદીય બોર્ડની બેઠક પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે ભાજપની આ પરંપરા રહી છે કે લોકસભાની ચુંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવે છે તેમને કહ્યું હતું કે 1996થી પાર્ટી આ પ્રમાણે કરતી આવી છે.

આ અવસરે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે પાર્ટી કાર્યકર્તા અને સમર્થકોને વિશ્વાસ અપાવે છે કે 2014ની ચુંટણીમાં જીત માટે મહેનત કરવામાં કોઇ કસર છોડશે નહી. તેમને કહ્યું હતું કે તે ચુંટણીમાં જીત માટે જીવ લગાવી દેશે. તેમને કહ્યું હતું કે એનડીએના સહયોગીઓએ પણ તેમને આર્શિવાદ આપ્યા છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ તેમના જેવા સામાન્ય પરિવાર અને નાના કસબામાંથી આવેલા કાર્યકર્તાને બહુ મોટા કામનું દાયિત્વ સોંપ્યું છે. નરેન્દ્ર મોદીએ પોતાના સંક્ષિપ્ત ભાષણમાં કહ્યું હતું કે અટલજી અને આડવાણી જીના અથાગ પરિશ્રમથી ભાજપ આજે આ સ્તર પર છે. તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અસંખ્ય કાર્યકર્તાઓની મહેનત અને વડીલોના આર્શિવાદથી ભાજપને સફળતા મળશે.

રાજનાથ સિંહે કહ્યું હતું કે ભાજપ સંસદીય બોર્ડે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પસંદ કર્યા છે. પ્રથમ કેડરની ભાવનાઓને જોતાં ભાજપે આ નિર્ણય કર્યો. આ મુદ્દે સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી.

પાર્ટી અધ્યક્ષે બોર્ડ દ્વારા નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે તેમને પુરો વિશ્વાસ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ તથા એનડીએની સરકાર બનશે. બેઠકમાં બધાની નજરો નરેન્દ્ર મોદી તરફ હતી. પોતાના નામનું એલાન થયા બાદ તેમને મુરલી મનોહર જોશીને પગે લાગી આર્શિવાદી લીધા હતા. નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજની પણ શુભેચ્છાઓ સ્વિકારી હતી. નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના પગે પડ્યા ન હતા પરંતુ તે નતમસ્તક જરૂર જોવા મળ્યા હતા.

આ અવસર પર રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીના આર્શિવાદ લેવા માટે નરેન્દ્ર મોદી તેમના ઘરે જઇ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની દાવેદારીને લઇને અડવાણી નારાજ હોવાનું કહેવામાં આવે છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

English summary
BJP will help to country to come out from crisis :Naredra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X