ભાજપ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોમી રમખાણો ફેલાવશે: દિગ્વિજય સિંહ

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીની સામાન્યસભાની બેઠકને સંબોધિત કરતાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ દાવો કર્યો છે કે ભાજપાને હવે લાગે છે કે તે ચુંટણીઓમાં સાંપ્રદાયિક બનાવ્યા વગર તેમને જીતી શકે તેમ નથી.
કર્ણાટકમાં પાર્ટી મામલાના પ્રભારી દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે (ભાજપા) કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક રમખાણો ભડકાવશે. તેમને કહ્યું હતું કે ભાજપા એવા રાજ્યોની સ્થાનિક ચુંટણીઓને પણ સાંપ્રદાયિક બનાવશે જ્યાં તેમની સરકાર નથી.
તેમને આરોપ લગાવ્યો છે કે જ્યારે ભાજપાને લાગે છે કે તે જનતાનું સમર્થન ગુમાવી રહી છે, તે સાંપ્રદાયિક હિંસા ભડકાવે છે જેથી આ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ શાસિત સરકારો વિરૂદ્ધ આરોપ લગાવી શકે, કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે આપણે એકદમ સચેત રહેવું પડશે અને આ લોકો પર નજર રાખવી પડશે.
દિગ્વિજય સિંહે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સંઘ પરિવારના સંગઠનો પર બાઝ નજર રાખવાની સલાહ આપી છે. તેમને દાવો કર્યો છે કે સંઘ 150થી વધુ સંગઠનોને સંચાલિત કરે છે. તેમને કહ્યું હતું કે આ સંગઠનો પર બાઝ નજર રાખવી પડશે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે સાંપ્રદાયિક તત્વો પર કડક નિયંત્રણ રાખવું જોઇએ જેથી તે સાંપ્રદાયિક હિંસા અને ધૃણાની વિચારધારા ન ફેલાવે.












Click it and Unblock the Notifications
