For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતાના અવિશ્વાસના પ્રસ્તાવને ભાજપ સમર્થન આપશે: ગડકરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitin-gadakari-speech
નવી દિલ્હી, 9 ઑક્ટોબર: ભાજપ મમતા બેનર્જીના કોઇપણ અવિશ્વાસના પ્રસ્તાવને સંસદમાં સમર્થન આપશે. ભાજપે જણાવ્યું છે કે લોકસભા મતદાન બાદ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પોતાનો નિર્ણય કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યું છે કે પાર્ટી નિશ્વિત રીતે મમતા બેનર્જીને સમર્થન કરશે. ગડકરીએ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસના ગઠબંધનથી અલગ પડ્યા બાદ યૂપીએ સરકાર સંસદમાં બહૂમત ગુમાવી દિધો છે.

પાર્ટી અધ્યક્ષ ગડકરીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન પદ માટેના ઉમેદવારનો નિર્ણય કરવામાં આવશે. આ નિર્ણય જીતવામાં આવેલી સીટોના આધારે કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે ભાજપ પ્રથમ લક્ષ્ય બહુમતિ પ્રાપ્ત કરવાનું છે. ત્યારબાદ બધા નેતાઓ સાથે બેસીને વડાપ્રધાનના નામ અંગેનો નિર્ણય કરશે.

ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદ માટેના ઉમેદવારના નામની જાહેરાત અંગે સલાહ આપી નથી. ભાજપના અધ્યક્ષે જેડીયૂ સાથે કોઇ અણબનાવ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાનો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે મોદીનું નામ પણ યાદીમાં સામેલ છે. તેમના મત મુજબ ભાજપમાંથી અડવાણી, સુષ્મા સ્વરાજ, રાજનાથ, જોશી અને નેરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય અને સક્ષમ નેતા છે. સમય આવતાં આમાંથી કોઇ એકની પસંદગી કરવામાં આવશે.

English summary
BJP party president Nitin Gadkari has said that his party will decide on their Prime Ministerial candidate only after getting the majority.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X