ભાજપને આ ચૂંટણીમાં 250-260 સીટો મળશે: અમિત શાહ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 મે: બધા એક્ઝિટ પોલોમાં ભાજપને ભારે બહુમત મળવાના સમાચાર બાદ ભાજપે મહાસચિવ અને યુપીમાં પાર્ટીના ચૂંટણી રણનીતિકાર અમિત શાહે દાવો કર્યો કે ફક્ત ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં 250-260 સીટો મળશે. તેમણે એ પણ દાવો કર્યો કે તે ઉત્તર પ્રદેશમાં 50થી વધુ સીટો મળશે.

અમિત શાહે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન અમે જનતા સાથે હવાઇ વાયદા કર્યા નથી. જે વાયદા કરવામાં આવ્યા છે તેને પુરા કરીશું. આ બધા વાયદા પાંચ વર્ષમાં પુરા કરવામાં આવશે. તેમણે કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓએ યુપીમાં ભાજપને જીવીત કરી. અમને નરેન્દ્ર મોદી લહેરનો ફાયદો મળ્યો અને પ્રદેશમાં અમારા કાર્યકર્તા દરેક જગ્યાએ ગયા. તેનું પરિણામ એ આવ્યું કે અમે સીધા જોડાવવામાં સફળ થઇ શક્યા. ભાજપના કેટરે પાર્ટીને ઉભી કરી દિધી. તેમણે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં ભાજપને 50થી વધુ સીટો મળશે. યુપીમાં ભાજપને 40 ટકાથી વધુ વોટ મળ્યા છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં 40 સીટો પ્રાપ્ત કરીશું.

amit-shah-13-5

અમિત શાહે પોતાની ભૂમિકાને લઇને જવાબ આપ્યો કે પાર્ટી તેમને જે રોલ આપશે, આગળ પણ તે જ કરીશ. પાર્ટી જે ભૂમિકા નક્કી કરશે તેના પર તે ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે. ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીજી પોતાનો પ્લાન પોતે જ બતાવશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી દેશના વિકાસ માટે બધાનું સમર્થન લેવા માટે તૈયાર છે. એનડીએમાં જે પણ આવવા માંગે છે તેનું સ્વાગત છે.

રામ મંદિર મુદ્દે અમિત શાહે કહ્યું કે સંવૈધાનિક રીતે મંદિરનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. નરેન્દ્ર મોદીની જાતિને લઇને થોડા દિવસો પહેલાં થયેલા રાજકારણ પર અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી પર જાતિનો મુદ્દો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના ઉમેદવારને ધર્મના આધારે ન જોવામાં આવે.

English summary
The Bharatiya Janata Partyled National Democratic Alliance is expected to win India's general elections comfortably, with exit polls commissioned by various TV channels giving it a majority or putting it well within shouting distance of forming the next government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X