BJP-TMC ટકરાવઃ નમાઝ પર ભાજપનો વિરોધ, કાર્યકર્તાઓએ રસ્તા પર કર્યા હનુમાન ચાલીસાના પાઠ
હાવડાના બાલી ખાલ પાસે મંગળવારે મોડી રાતે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઓમ પ્રકાશ અને પ્રિયંકા શર્માના નેતૃત્વમાં રસ્તા પર સેંકડો લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન બંગાળમાં સળગી રહેલી નફરતની આગ હજુ પણ શમવાનું નામ નથી લેતી. ત્યાં ટીએમસી વિરુદ્ધ ભાજપની જંગે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. અહીંના હાવડાના બાલી ખાલ પાસે મંગળવારે મોડી રાતે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઓમ પ્રકાશ અને પ્રિયંકા શર્માના નેતૃત્વમાં રસ્તા પર સેંકડો લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા જેના કારણે ઘણા કલાકો સુધી આ રસ્તા પર અવરજવર અટકી ગઈ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
|
નમાઝ પઢી શકે છે, તો અમે હનુમાન ચાલીસા કેમ નહિ?
આ બાબતે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઓમપ્રકાશનું કહેવુ છે કે જ્યારે એક ધર્મના લોકો શુક્રવારના દિવસે રસ્તા પર બેસીને નમાઝ પઢી શકે છે તો અમે હનુમાન ચાલીસા કેમ નહિ? હવે હાવડામાં દર મંગળવારે આ રીતે ઘણી જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ થશે.
|
નમાઝના વિરોધમાં ચાલીસાના પાઠ
વાસ્તવમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓનું કહેવુ છે કે તેમણે આ આયોજન રસ્તો રોકીને નમાઝ અદા કરવા સામે કર્યુ છે. તેમનુ કહેવુ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના રાજમાં કોઈ પણ મુખ્ય રસ્તાઓ રોકીને શુક્રવારની નમાઝ અદા કરવામાં આવે છે જેનાથી લોકોને ખૂબ મુશ્કેલી થાય છે. એટલા માટે હવે અમે લોકો પણ આ રીતે મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરીશુ.

ભાજપ બંગાળમાં આતંકી સંગઠનની જેમ કામ કરી રહ્યુઃ ટીએમસી
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના સમયથી રાજકીય હિંસાનો દોર ચાલુ છે. ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે આતંકી સંગઠનની જેમ કામ કરી રહ્યુ છે. તે અન્ય રાજ્યોમાંથી ગુંડા બોલાવીને રાજ્યનો માહોલ ખરાબ કરી રહ્યુ છે. ટીએમસીના આરોપ પર તીખો પલટવાર કરીને ભાજપે કહ્યુ કે ટીએમસી પશ્ચિમ બંગાળને પાકિસ્તાન બનાવવામાં લાગી છે. ટીએમસીના મંત્રી અને કોલકત્તાના મેયર ફીરહાદ હાકિમે કહ્યુ હતુ કે ભાજપ બંગાળમાં સત્તા મેળવવાની ઉતાવળમાં બિહાર, ઉત્તર પ્રદેશમાંથી ગુંડા બોલાવીને બંગાળનો માહોલ ખરાબ કરી રહ્યુ છે.

મમતા બંગાળને પાકિસ્તાન બનાવવામાં લાગ્યા છે
જેના પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે ફીરહાદ હાકિમ પર પલટવાર કરીને કહ્યુ હતુ કે પ્રદેશનું પ્રશાસન ભાટપારામાં તણાવ ઘટાડવાં બિલકુલ રસ નથી લઈ રહ્યુ. આ લોકો બંગાળને પાકિસ્તાન બનાવવા ઈચ્છે છે જ્યા તમે જય શ્રીરામના નારા પણ નહિ લગાવી શકો.












Click it and Unblock the Notifications
