BJP Menifesto PDF: ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, પાંચ વર્ષમાં દેશવાસીઓને શું-શું મળશે?

BJP Menifesto PDF: લોકસભા ચૂંટણી 2024ને લઈ ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે આ ઘોષણા પત્રને 'મોદીની ગેરન્ટી' નામે સંબોધિત કર્યો છે. ઘોષણા પત્રમાં ભાજપે આગામી 5 વર્ષમાં તેઓ જનતા માટે શું-શું કરશે અને તેમનો રોડમેપ શું હશે તે વિશે જાણકારી આપી છે.

narendra modi

ભાજપે દિલ્હી મુખ્યાલયથી ઘોષણાપત્ર જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને જેપી નડ્ડાએ આ ઘોષણાપત્રનું વિમોચન કર્યું.

આ ખાસ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, "આ ચૂંટણી ઢંઢેરામાં અમે દેશના 140 કરોડ નાગરિકોનું ખાસ ધ્યાન રાખ્યું છે. કોઈપણ ગરીબ ભૂખ્યો ના સુવે, તેનું મન અને પેટ બંને ભર્યું રહે તે અમે સુનિશ્ચિત કરશું... આ મોદીની ગેરેન્ટી છે."

પીએમ મોદીએ કહ્યું, "આખા દેશને ભાજપના ચૂંટણી ઢંઢેરાનો ઈંતેજાર રહે છે. જેનું એક મોટું કારણ છે. 10 વર્ષમાં ભાજપે પોતાના સંકલ્પ પત્રના દરેક મુદ્દાને ગેરેન્ટીના રૂપમાં જમીન પર ઉતાર્યો છે. ભાજપે મેનિફેસ્ટોની યાદી ફરીથી સ્થાપિત કરી છે. આ સંકલ્પ પત્ર વિકસિત ભારતના 4 મજબૂત સ્તંભ- યુવાશક્તિ, નારીશક્તિ, ગરીબ અને ખેડૂત આ તમામને સશક્ત કરે છે. મોદીની ગેરન્ટી છે કે મફત રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. ગરીબના ભોજનની થાળી પોષણયુક્ત હોય, તેના મનને સંતોષ આપનાર હોય અને પોસાય તેટલી સસ્તી હોય તે અમે સુનિશ્ચિત કરશું."

વધુ 3 કરોડ ઘર બનાવવાનો સંકલ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, "ભાજપે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષની ઉંમરથી વધુનની ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજનાના વિસ્તારમાં લાવવામાં આવશે. 70 વર્ષથી ઉપરના દરેક વૃદ્ધ પછી તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે પછી ઉચ્ચ મધ્યમ વર્ગથી જ કેમ ન હોય, તેમને 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજની સુવિધા મળશે. ભાજપ સરકારે ગરીબોને 4 કરોડ પાક્કાં ઘર બનાવી આપ્યાં છે. હવે જે રાજ્ય સરકારો પાસેથી વધારાની જાણકારી મળી રહી છે, તે પરિવારોએ પણ ચિંતા કરતાં અમે 3 કરોડ વધુ ઘર બનાવવા માટે સંકલ્પ લઈને આગળ વધશું. અત્યાર સુધી અમે સસ્તા સિલિન્ડર ઘર-ઘર પહોંચાડ્યા, હવે અમે પાઈપથી સસ્તી રસોઈ ગેસ ઘરે-ઘરે પહોંચાડવા માટે તેજીથી કામ કરશું."

Download BJP Menifesto PDF in Hindi

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X