બીજેપીની બીજી યાદી મંગળવારે આવી શકે, પાર્લામેન્ટ્રી બોર્ડ હવે 11 માર્ચે
બીજેપીએ તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. હવે બીજી યાદીની રાહ જોવાઈરહી છે ત્યારે સંભવિત 11 માર્ચે બીજી યાદી જાહેર થઈ શકે છે.
અહેવાલો અનુસાર, ગુજરાતની 11 સહિત દેશની આશરે 150 સીટના ભાજપના ઉમેદવારોના નામોનું એલાન મંગળવારે થઈ શકે છે. આવતીકાલે સાંજે એટલે કે 11 માર્ચે દિલ્હી ખાતે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ આ યાદી જાહેર કરાશે.

જણાવી દઈએ કે, બીજેપી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આજે મળવાની હતી. હવે તેને એક દિવસ આગળ ખસેડાઈ છે. આ બેઠકને પગલે મંગળવારે મોડીરાત સુધી ચાલનારી બેઠક બાદ ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે.
જણાવી દઈએ કે, બીજેપીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ગુજરાતના ઘણા નામો સામેલ હતા. હજુ 11 સીટો માટે જાહેરાત થવાની બાકી છે. જે આવનારી યાદીમાં હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
