રેલ રોકો આંદોલનઃ રાકેશ ટિકેતે કહ્યુ - ભારત સરકારે હજુ અમારી સાથે કોઈ વાત નથી કરી
ખેડૂત નેતા રાકેશ ટિકેતનુ કહેવુ છે કે ભારત સરકારે હજુ અમારી સાથે કોઈ વાત કરી નથી.
લખનઉઃ ખેડૂતોએ આજે 6 કલાક સુધી રેલ રોકો આંદોલનનુ એલાન કર્યુ છે. જે હેઠળ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં ઠેર-ઠેર ટ્રેનો રોકવાની ઘોષણા કરવામાં આવી છે. આ દરમિયાન ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતનુ નિવેદન સામે આવ્યુ છે. ટિકેતે કહ્યુ કે આ આંદોલન અલગ-અલગ જિલ્લાઓમાં અલગ-અલગ જગ્યાએ થશે. તેમણે કહ્યુ કે આખા દેશમાં ત્યાંના લોકોને ખબર રહે છે કે અમારા ક્યાં ટ્રેન રોકવાની છે. રાકેશ ટિકેતનુ કહેવુ છે કે ભારત સરકારે હજુ અમારી સાથે કોઈ વાત કરી નથી.

સંયુક્ત કિસાન મોરચાનો દાવો - શાંતિપૂર્ણ રહેશે આંદોલન
સંયુક્ત કિસાન મોરચાએ એલાન કર્યુ છે કે બંધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે. સાથે જ બંધ દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડ ન કરવાની સૂચના પહેલા જ આપી દેવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યુ છે કે બંધ દરમિયાન જરુરી અને ઈમરજન્સી સેવાઓને કોઈ પણ રીતે અટકાવવામાં આવશે નહિ.
યુપીમાં એલર્ટ, લખનઉમાં કલમ 144 લાગુ
ઉત્તર પ્રદેશના એડીજી કાયદો-વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યુ કે ખેડૂત આંદોલનના કારણે એલર્ટ આપવામાં આવ્યુ છે. અધિકારીઓને ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને આંદોલનમાં અરાજક તત્વોના ગરબડ કરવાની સંભાવના સાથે જોડાયેલા તથ્યોની માહિતી આપવા અને શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા માટે તેમના સતત સંપર્કમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ક્યાંય પણ ગરબડ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
લખીમપુર ખીરી મામલે અજય મિશ્રાના રાજીનામાની માંગ
ખેડૂતોએ લખીમપુર ખીરી હિંસા મામલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ કરીને રેલ રોકો આંદોલનનુ એલાન કરી દીધુ છે. ખેડૂતોએ આજે 6 કલાક સુધી રેલ રેકો આંદોલનનુ એલાન કર્યુ છે. જે હેઠળ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં ઠેર-ઠેર ટ્રેનો રોકવાની ઘોષણા કરી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
