For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળિયાર કેસ : રાજસ્થાનની મોનિટરિંગ અરજી નામંજૂર, સલમાનને રાહત

|
Google Oneindia Gujarati News

salman-khan
જોધપુર, 16 મે : છેલ્લા 15 વર્ષથી કાળિયાર શિકાર કેસમાં ફસાયેલા ફિલ્‍મ અભિનેતા સલમાન ખાન માટે રાજસ્થાનની હાઇકોર્ટમાંથી રાહતના સમાચાર છે. સલમાન વિરુદ્ધ આર્મ્‍સ એક્‍ટ હેઠળ દાખલ કેસમાં રાજસ્‍થાન હાઇકોર્ટે રાજ્‍ય સરકારની મોનીટરીંગ અરજી નકારતા નીચલી કોર્ટના ચૂકાદામાં દરમિયાનગીરી કરવાનો ઇન્‍કાર કરી દીધો છે.

આ કેસ અનુસાર વન અધિકારી લલિત બોડાએ લૂણી પોલીસ સ્‍ટેશનમાં 15 ઓક્‍ટોબર, 1998ના કેસ દાખલ કરાવ્‍યો હતો કે સલમાન ખાને પહેલી અને બીજી ઓક્‍ટોબર 1998ની મધરાતે કાંકાણી ગામની સીમા પર બે કાળિયારનો શિકાર કર્યો હતો, જેમાં તેમણે રિવોલ્‍વર અને રાઇફલનો ઉપયોગ કર્યો હતો. બન્ને હથિયારોના લાયસન્‍સ સમાપ્ત થઇ ચૂક્‍યા હતા. ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ કરીને સલમાને શિકાર કર્યો હતો.

હાઇકોર્ટના જજ સંદીપ મહેતાની એકલપીઠમાં સુનાવણી દરમિયાન ગઇકાલે સલમાન ખાનના વકીલ હસ્‍તીમલ સારસ્‍વતે અરજીનો વિરોધ કરતા કહ્યું કે, ઉપરોક્‍ત અરજીના માધ્‍યમથી ફરીયાદી પક્ષ પ્રકરણની સુનાવણીમાં મોડું કરી રહ્યો છે. કારણ વગરની મોનીટરીંગ અરજીથી કેસની સુનાવણી સાત વર્ષથી અટકી છે. બન્ને પક્ષોની સુનાવણી બાદ જજ મહેતાએ મોનીટરીંગ અરજીનો અસ્‍વીકાર કરવાનો આદેશ આપ્‍યો.

આ કેસમાં જો રાજસ્થાન સરકારની મોનીટરીંગ અરજી મંજૂર થઇ જાત તો તમામ સાક્ષીઓના નિવેદનો ફરીથી લેવામાં આવત અને સલમાન ખાનની મુશ્‍કેલીઓમાં વધારો થવાની શક્યતા હતી.

English summary
Black buck case: Rajasthan monitoring application rejected, Salman get relief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X