For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળા હરણ મામલે સલમાન ખાન કોર્ટમાં હાજર, સુનાવણી 17 જુલાઈ

જોધપુરમાં કાળા હરણ મામલે દોષી સલમાન ખાન આજે ફરી જોધપુર કોર્ટમાં હાજર થયા છે. સલમાન ખાનના વકીલ ઘ્વારા સુનાવણી દરમિયાન સજા રદ કરવા માટે માંગ કરી હતી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જોધપુરમાં કાળા હરણ મામલે દોષી સલમાન ખાન આજે ફરી જોધપુર કોર્ટમાં હાજર થયા છે. સલમાન ખાનના વકીલ ઘ્વારા સુનાવણી દરમિયાન સજા રદ કરવા માટે માંગ કરી હતી. કોર્ટ ઘ્વારા આગળની સુનાવણી માટે આગળની તારીખ 17 જુલાઈ આપી છે. આ પહેલા કોર્ટ ઘ્વારા પોતાનો નિર્ણય સંભળાવતા સલમાન ખાનને કાળા હરણ મામલે દોષી જાહેર કર્યો હતો. પરંતુ ત્યારપછી સલમાન ખાનને જામીન મળી ગયા હતા. ત્યાં જ સલમાન ખાનની હાજરીને જોતા કોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

salman khan

આપણે જણાવી દઈએ કે સલમાન ખાન પર ફિલ્મ હમ સાથ સાથ હૈ શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર કરવાનો મામલો નોંધાયેલો છે. જેના પર સુનાવણી કરતા કોર્ટ ઘ્વારા આખરે તેને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. જયારે બીજા આરોપીઓને આઝાદ કરી દેવામાં આવ્યા હતા. સલમાન ખાનને 500000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોર્ટની પરવાનગી વિના દેશની બહાર નહીં જઈ શકે.

કાળા હરણ શિકાર મામલે સલમાન ખાન સહિત તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ કોઠારી, સોનાલી બેન્દ્રે પણ આરોપી હતા, જેમને કોર્ટ ઘ્વારા આઝાદ કરી દેવામાં આવ્યા. આ મામલે સલમાન ખાનને વર્ષ 2006 દરમિયાન પણ દોષી જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ એક વર્ષ પછી તેની સજા રદ કરી દેવામાં આવી હતી. પરંતુ વર્ષ 2008 દરમિયાન ફરી એકવાર તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો, જેના પર સુનાવણી કરતા કોર્ટે તેને દોષી જાહેર કર્યો.

English summary
Black buck case Salman Khan to appear before Jodhpur Court. He has been convicted in the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X