કાળિયાર શિકાર કેસમાં કોર્ટે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલીને મોકલી નોટિસ
કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી, તબ્બુ અને દુષ્યંત સિંહને નોટિસ મોકલી છે.
કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી, તબ્બુ અને દુષ્યંત સિંહને નોટિસ મોકલી છે. કોર્ટમાં રાજ્ય સરકારે આ બધાને છોડી મૂકવાના ચુકાદા સામે અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરીને જોધપુર કોર્ટે બધા આરોપીઓને એક વાર ફરીથી નોટિસ મોકલી છે. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી, તબ્બુ અને દુષ્યંત સિંહને સ્થાનિક કોર્ટે છોડી મૂક્યા હતા.

તમને જણાવી દઈએ કે વર્ષ 1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હે' ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. સાથે 22 સપ્ટેમ્બર, 1998ના રોજ સલમાનના રૂમમાંથી એક રિવોલ્વર અને રાઈફલ પણ મળી આવી હતી.
આ કેસમાં વન અધિકારી લલિત બોડાએ આ કેસમાં લૂણી પોલિસ સ્ટેશનમાં 15 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાન સામે કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં 20 વર્ષ બાદ એકવાર ફરીથી આ તમામ સ્ટાર્સની મુશ્કેલીઓ વધી ગઈ છે.












Click it and Unblock the Notifications
