For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેકમની: સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી યાદીમાં પ્રણીત કૌરનું પણ નામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર: યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલી પ્રણીત કૌરનું નામ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોંપવમાં આવેલી તે 627 લોકોની યાદીમાં સામેલ છે જેમના પૈસા વિદેશી બેંકમાં જમા છે. ઘણા દિવસોથી અટકળો હતી કે સરકાર પાસે હાજર યાદીમાં પ્રણીતનું નામ હોઇ શકે છે. પ્રણીત યુપીએ સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી રહી હતી. પંજાબના પૂર્વ સીએમ અને લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા સાંસદ કેપ્ટન અમરિંદર કૌરની પત્ની પ્રણીત પહેલાં જ સ્વિસ બેંકમાં કોઇ ખાતાની મનાઇ કરી ચૂકી છે.

પ્રણીત કૌરે સોમવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે 'હું સ્વિકાર કરું છું કે 2011માં મને એવી નોટિસ મળી હતી. મે તેનો જવાબ આપ્યો હતો, જેમાં આ પ્રકારના આરોપને ખોટા ગણાવ્યા હતા. હું કહેવા માંગું છું કે મારા નામથે કોઇ પણ વિદેશી બેંકમાં કોઇ એકાઉન્ટ ના તો હતું અને ના તો અત્યારે છે.' જો કે સૂત્રોનું કહેવું ક હ્હે કે ભલે તાજેતરમાં સ્વિત્ઝરલેંડના એચએસબીસી બેંકમાં કોઇ એકાઉન્ટ ન હોય પરંતુ એચએસબીસીની યાદી અનુસાર 10 વર્ષ પહેલાં તેમનું ખાતું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે આ એકાઉન્ટમાં એકદમ ઓછી રકમ છે.

યાદી અનુસાર સૌથી મોટી રકમ ડાબરના પ્રદીપ બર્મનની છે જેમના લગભગ 50 કરોડ રૂપિયા એચએસબીસી બેંકમાં છે અને તેમાં તાજેતરમાં લેણ-દેણ પણ થ છે. સૂત્રોનું એ પણ કહેવું છે કે કાળાણાને લઇને સામે આવેલા ત્રણ નામોમંથી એક ગોવાની રાધા ટિંબલોનું સ્વિસ બેંકમાં કોઇ ખાતું નથી, જો કે તેમનું કોઇ અન્ય દેશમાં એકાઉન્ટ છે.

preneet-kaur

યાદીમાં પ્રતીમ કૌરનું નામ કાળાધનના મુદ્દા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તણાવ વધી શકે છે. ભાજપે જ્યાં ચૂંટણી પહેલાં કાળાનાણાને લઇને યૂપીએ સરકારને નિશાન બનાવી હતી, તો બીજી તરફ નવી સરકાર બન્યા પછી વિપક્ષી કોંગ્રેસ આ મુદ્દે ભાજપ પર હુમલો કરી રહી છે. કોગ્રેસનો દાવો છે કે ભાજપ કાળાનાણા વાળાઓના નામનો ખુલાસો કરશે નહી અને તેનાથી ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને ખોટો વાયદો કર્યો હતો. તેના જવાબમાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે જો નામોનો ખુલાસો થયો તો કોંગ્રેસ શરમાઇ જશે. કોંગ્રેસે તેમના નિવેદનને લઇને 'બ્લેકમેલ ' ગણાવી હતી.

પ્રણીત કૌરના એકાઉન્ટની જાણકારી સામે આવવાથી આ રસાકસીમં ભાજપનો હાથ મજબૂત હશે. ટાઉમ્સ નાઉ સાથે વાતચીતમાં અરૂણ જેટલીએ યાદીમાં યૂપીએના કોઇ પૂર્વ મંત્રીનું નામ હોવાની સંભાવનાથી મનાઇ કરી ન હતી. તેમણે કહ્યું હતું, 'હું ના તો એ વાતની પુષ્તિ કરી રહ્યો છું અને ના તો તેને નકારી રહ્યો છું. હું તો બસ હસી રહ્યો છું.'

English summary
Former minister of state for external affairs in the UPA regime, Preneet Kaur, figures in the list of 627 names of Indians holding accounts in foreign banks, which was submitted by the Centre to the Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X