કાળા હરણ કેસમાં સૈફ-તબ્બુ-સોનાલીની મુશ્કેલી વધી શકે, HC માં થશે અપીલ
કાળા હરણ કેસ મામલે તબ્બુ, સોનાલી બેન્દ્રે અને સૈફ અલી ખાનની મુશ્કેલીઓ વધી શકે છે.
કાળા હરણ કેસ મામલે તબ્બુ, સોનાલી બેન્દ્રે અને સૈફ અલી ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. રાજસ્થાન સરકારે કહ્યુ છે કે તે આ કેસમાં સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન અને નીલમ કોઠારી સહિત અન્ય લોકોને મુક્ત કરવાના વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરશે. તમને જણાવી દઈએ કે કાળા હરણ કેસમાં આ ચાર એક્ટર્સને છોડી દેવામાં આવ્યા હતા.

જ્યારે આ કેસમાં સલમાન ખાનને દોષિત માનીને અદાલતે 5 વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટે સલમાનના સાથી કલાકારોને પુરાવાના અભાવે છોડી દીધા હતા. કોર્ટે સલમાન ખાનને એ પણ આદેશ આપ્યો હતો કે દેશની બહાર જતા પહેલા તેમણે કોર્ટની મંજૂરી લેવી પડશે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'હમ સાથ સાથ હે' ના શૂટિંગ દરમિયાન વર્ષ 1998 માં સલમાન ખાન પર બે કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો અને 20 વર્ષોના લાંબા સમય બાદ આ કેસમાં અદાલતે પોતાનો ચૂકાદો સંભળાવ્યો. કોર્ટે સલમાન ખાનને દોષિત માનીને 5 વર્ષની સજા સંભળાવી હતી જ્યારે અન્ય આરોપી કલાકારોને પુરાવાના અભાવે છોડી દીધા હતા.












Click it and Unblock the Notifications
