For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલોરમાં ભાજપ કાર્યાલયની બહાર સિલિન્ડર બ્લાસ્ટ, 1નું મોત

|
Google Oneindia Gujarati News

banglore-blast
બેંગલોર, 17 એપ્રિલ : બેંગલોર ખાતે બુધવારે સવારે ભાજપનાની બહાર એક ધડાકો થયો છે. આ ધડાકામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધડાકો થતા જ બેંગલુરૂમાં અફરા-તફરી મચી ગઈ છે.

12:08 PM

બેંગ્લોર પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે મલ્લેશ્વરમમાં થયેલા બ્લાસ્ટમાં બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 15 લોકોને ઇજા પહોંચી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 2 લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ધમાકો ભયંકર હતો, લગભગ ચાર કિલોમીટર સુધી ધડાકા અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટના થોડા અંતરે પોલીસ વાન ઉભી હતી. જેમાં બેઠેલા 8 પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ કોઇ આતંકવાદી હુમલો છે કે નહી. આ અગાઉ થોડાં સમય પહેલાં મલ્લેશ્વરમ વિસ્તારમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની અફવા ફેલાઇ હતી, જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આ પ્રકારની કોઇ સામગ્રી મળી આવી ન હતી. માત્ર એક પ્લાસ્ટીકની થેલી જ મળી આવી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પહેલાં જ યોજનાબદ્ધ રીતે ગોઠવવામાં આવેલું કાવતરું છે.

મળતી માહિતી મુજબ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013 માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને તેથી જ ભાજપની ઑફિસમાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતાં. દરમિયાન જોરદાર બૉમ્બ ધડાકો થયો અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેમજ પંદરથી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ત્રણ ગાડીઓ પણ બળી ગઈ છે.

બેંગ્લોરના મલ્લેશ્વર વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે. જેમાં 3 ગાડીઓમાં આગ લાગી છે. આ બોમ્બ મારૂતિ ઓમની કારમાં રાખવામાં આવ્યો હતો. આ બોમ્બ ધમાકામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 15 વધુ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ધટના સ્થળે પહોંચી ગઇ છે.

કર્ણાટકની ચુંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી ભાજપના કાર્યાલયમાં ભારે ભીડ હતી. ધમાકા બાદ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ આવી ગઇ હતી. જે આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. આ ધમાકો સવારે લગભગ 10.45 વાગે થયો છે. ધટનાસ્થળ પર અફરા-તફરી માહોલ સર્જાયો છે.

English summary
Bomb blast at out of Bjp office in Banglore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X