કર્ણાટકના મેંગલુરુમાં રિક્ષામાં બ્લાસ્ટ, કેટલાક લોકો ઘાયલ!

કર્ણાટકના મેંગલુરૂમાં ઓટો રિક્શામાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુમાં નગુરી વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

મેંગલુરુ : કર્ણાટકના મેંગલુરૂમાં ઓટો રિક્શામાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુમાં નગુરી વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. બ્લાસ્ટ પાછળના કારણોને લઈને પોલીસ તપાસલ કરી રહી છે.

Mangaluru

મેંગલુરુ પોલીસ અધ્યક્ષ એન શશિકુમારના જણાવ્યા અનુસાર, ઘટનામાં ડ્રાઈવર અને એક મુસાફર ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ ઓટોરિક્ષામાંથી એક કુકર મળી આવ્યું છે. આ ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હોવાના અહેવાલ છે.

મેંગલુરુ પોલીસે કહ્યું છે કે તેઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે અને પેસેન્જર દ્વારા લઈ જવામાં આવેલી બેગની સામગ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે. મુસાફર પાસે બેગ હતી. ઓટો ડ્રાઈવરે પોલીસને જણાવ્યું છે કે પેસેન્જરની બેગમાં આગ લાગી હતી. હાલ બન્ની સારવાર ચાલી રહી છે.

ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં એક નિર્માણાધીન ઈમારત પાસે રિક્ષામાં બ્લાસ્ટ થતો જોવા મળી રહ્યો છે. વિસ્ફોટ બાદ લોકો ભેગા થઈ જતા પણ દેખાઈ રહ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X