આંધ્રપ્રદેશમાં સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 16 લોકો ઘાયલ
આંધ્ર પ્રદેશના NTR જિલ્લામાં એક સિમેન્ટ ફેક્ટરીમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે. આ બ્લાસ્ટની ઘટનામાં 16 કામદારો ઘાયલ થયા છે.
આ વિસ્ફોટમાં 10 કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પીડિત કર્મચારીઓમાંથી 10 સ્થાનિક હતા જ્યારે બાકીના 10 ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના હતા. ઘાયલ કર્મચારીઓને નજીકની જગ્ગ્યાપેટા અને વિજયવાડાની હોસ્પિટલ ખસેડાયા છે.

અહેવાલો અનુસાર, બોઈલર ફાટવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાની તપાસ માટે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને બચાવ માટે તમામ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
સીએમ નાયડુએ અધિકારીઓને ઘટનાના કારણની વિગતોની જાણ કરવા અને વિસ્ફોટ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પીડિતોને યોગ્ય વળતર મળે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી અસરગ્રસ્તોને રાહત રકમ આપવાની પણ જાહેરાત કરી છે.
ઘટના બાદ કેટલાક કામદારો સિમેન્ટ ફેક્ટરીની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને કેટલીક બારીના કાચ તોડી નાખ્યા હતા અને તોડફોડ કરી હતી, જેને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવી પડી.












Click it and Unblock the Notifications
