For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ, ઘણા ઘાયલ

પંજાબની લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગુરુવારની સવારે એક વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બીજા માળે થયો હતો.

|
Google Oneindia Gujarati News

અમૃતસર : પંજાબની લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગુરુવારની સવારે એક વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બીજા માળે થયો હતો. આ સમયે વકીલોની હડતાળ ચાલી રહી છે, જેના કારણે ત્યાં ઘણા લોકો હાજર ન હતા, નહીં તો વધુ નુકસાન થઈ શકે છે. હાલ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

Blast in Ludhiana

મળતી માહિતી મુજબ, ઈમારત 6 માળની હતી, બીજા માળે જોરદાર ધડાકાનો અવાજ આવ્યો. હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ બોમ્બ બ્લાસ્ટ હતો કે સિલિન્ડર ફાટવાના કારણે આ ઘટના બની હતી. પોલીસની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

એક પ્રત્યક્ષદર્શી વકીલે જણાવ્યું કે, ત્રીજા માળના વોશરૂમ નજીકથી જોરદાર ધડાકો થયો હતો. જે ગ્રાઉન્ડ ફ્લોર પર હતો, અવાજ એટલો જોરદાર હતો કે, ફ્લોર અને બારીઓના કાચ તૂટી ગયા હતો. તેણે બહાર આવીને જોયું તો ઉપરથી ઘણો કાટમાળ નીચે આવી ગયો હતો.

મુખ્યમંત્રીએ આ વાત કહી

બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, હું લુધિયાણા જઈ રહ્યો છું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો આવા કૃત્યો કરી રહ્યા છે. સરકાર એલર્ટ મોડ પર છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં.

English summary
Blast in Ludhiana district court premises, many injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X