મણિપુરમાં ગણતંત્ર દિવસે જ વિસ્ફોટ, કોઇ જાનહાની નહીં

Posted By:
Subscribe to Oneindia News

ઇમ્ફાલ, 26 જાન્યુઆરી: ઇમ્ફાલમાં રવિવારે ગણતંત્ર દિવસની પરેડની થોડી મિનિટો પહેલા કેટલાંક આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી. મુખ્યમંત્રી ઓકરમ ઇબોબી સિંહના આધિકારિક રહેઠાણની પાસે એક બોમ્બ વિસ્પોટ થયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'રવિવારે સવારે ઇમ્ફાલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઉપાયુક્તના કાર્યાલયની પાસે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો.' પોલીસ અધિકારી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે જવા માટે રવાના થઇ ગયા હતા. વિસ્ફોટ કરનારા ગોરિલ્લાઓને પકડવા માટે તપાસ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. એક પોલીસ અધીકારીએ જણાવ્યું કે 'હમણા એ સ્પષ્ટ નથી કે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો કે આસપાસના વિસ્તારમાંથી ફેંકવામાં આવ્યો હતો.'

manipur
તેમણે જણાવ્યું કે હાલમાં એ વાતની સ્પષ્ટતા નથી થઇ કે હુમલા પાછળ કોઇ આતંકવાદી ગેંગનો હાથ છે કે નહીં. મેઘાલયના ઇમા બજાર, પાઓના બજાર, થંગલ બજાર અને ગવર્નર માર્ગ તથા નાગરિક સચિવાલય જેવા ભીડભાડવાળા વ્યાપારિક વિસ્તાર સહિત મહત્વપૂર્ણ સ્થળો પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ઇમ્ફાલની આસપાસના વિસ્તારોમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.

અસમ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના છ સીમાવર્તી અલગાવવાદી સમૂહોએ ગણતંત્ર દિવસ સમારંભનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું અને લોકોને 26 જાન્યુઆરીના રોજ બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સામાન્ય હડતાળ કરવાનું જણાવ્યું હતું. ઉત્તરપૂર્વમાં અલગાવવાદી વિદ્રોહી સમૂહ વર્ષોથી રાષ્ટ્રીય કાર્યક્રમોનો બહિષ્કાર કરતું આવ્યું છે, અને પોતાની ઉપસ્થિતિનો અહેસાસ અપાવવા માટે સમારંભ પર હિંસક હુમલા પણ કરતા રહ્યા છે.

English summary
Suspected militants triggered a bomb blast on Sunday, minutes before the start of the Republic Day Parade, police said. No one was reportedly injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.