આંધ્ર કોંગ્રેસને આંચકો : સાંસદ કેશવ રાવ ટીઆરએસમાં જોડાયા

સ્થાનિક રાજકીય સૂત્રો તરફથી પ્રાપ્ત અહેવાલો અનુસાર કેશવ રાવના પગલાને આંધ્રપ્રદેશ કોંગ્રેસના બીજી બે સાંસદો પણ અનુસરી શકે છે. તેઓ પણ પાર્ટીમાંથી રાજીનામુ આપીને ટીઆરએસમાં જોડાઇ શકે છે.
તેલંગાણા કોંગ્રેસના સાંસદોએ પોતાની માંગણીને પ્રબળ બનાવવાના પ્રયત્નો કર્યા છે અને માગ પર અડીખમ ઉભા રહ્યા છે. આ કારણે રાજ્યમાં સત્તા પર રહેલી પાર્ટીને નુકસાન થઇ રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વિવાદના ઉકેલ માટે કેન્દ્ર સરકારે વર્ષ 2013માં આંધ્રપ્રદેશની અગ્રણી પાર્ટીઓ સાથે એક બેઠક યોજી હતી. જોકે આ મુદ્દાને ઉકેલવા માટે વધારે ચર્ચા વિચારણાની આવશ્યકતા ઉભી થઇ છે.












Click it and Unblock the Notifications
