BMC ચૂંટણી 2017: ભાજપે શિવસેનાના ગઢને હલાવ્યું..

ભાજપે બીએમસી ચૂંટણીમાં એકલા હાથ લડત આપી લગભગ દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપને બમણાથી પણ વધારે સીટો મળી છે.

બીએમસી ચૂંટણીમાં શિવસેના અને ભાજપ વચ્ચેનું લગભગ બે દાયકાઓ જૂનું ગઠબંધન તૂટતા જાણે ભાજપનું નસીબ ખુલી ગયું. આ ગઠબંધન તૂટવાનો ભાજપને સૌથી વધારે ફાયદો થયો છે, ભાજપના ફાળે બમણાથી પણ વધારે સીટો આવી છે. ભાજપે શિવસેનાને બરાબરની ટક્કર આપી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ નુકસાન કોંગ્રેસ અને મનસેને થયું છે.

bmc

ભાજપે બીએમસી ચૂંટણીમાં એકલા હાથ લડત આપી લગભગ દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા. ભાજપને આ ચૂંટણીમાં 81 સીટો મળી છે, જે વિરોધીઓ માટે ચોંકાવનારી બાબત છે. ગત ચૂંટણીમાં ભાજપના ફાળે માત્ર 31 સીટો જ આવી હતી. વિકાસ અને પરિવર્તનના મુદ્દાના જોરે ચૂંટણી લડનાર ભાજપ પક્ષ માટે પોતાને સાબિત કરવાની આ છેલ્લી તક હતી. ગત ચૂંટણીમાં શિવસેનાને 75 સીટો મળી હતી, જ્યારે આ વખતની ચૂંટણીમાં 9 સીટોના વધારો થયો છે.

મુંબઇના ભાજપ પ્રમુખ આશિષ શેલારે ઘોષણા કરી હતી કે, ભાજપે મુંબઇમાં 81 સીટો જીતી છે. અન્ય ચાર કાઉન્સિલરો પણ ભાજપની તરફેણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે ભાજપ સૌથી મોટી પાર્ટી બને એવી સંભાવના છે. જો કે, શિવસેના સત્તામાં રહેવાનો પૂરો પ્રયત્ન કરશે, તે ક્યાં તો ભાજપ સાથે ફરીથી ગઠબંધન કરશે કે પછી કોંગ્રેસને સાથ મેળવી આગળ વધશે.

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ ને સૌથી વધુ નુકસાન થયું છે. ગઇ ચૂંટણીમાં કોંગ્રેસને 52 સીટો મળી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસની ગાડી 31 સીટો પર જ અટકી પડી. તો એમએનએસ પણ 28 સીટો પરથી સીધી 7 સીટો પર આવી ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X