BMC ચૂંટણી 2017: ભાજપ સામે શિવસેનાનું પલડું ભારે

બીએમસી ની 2017ની ચૂંટણી માટે મંગળવારના રોજ મતદાન થયું હતું. એક એક્ઝિટ પોલ અનુસાર આ ચૂંટણીમાં બીએમસી ની 227 સીટમાંથી શિવસેનાને 86-90 સીટ અને ભાજપને 80-88 સીટ મળવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર માં 10 મહાનગર પાલિકાઓની ચૂંટણીનું મતદાન મંગળવારના રોજ થયું હતું. 10 મહાનગર પાલિકાની 1268 સીટો પર 9208 ઉમેદવારોનું નસીબ દાવ પર છે. ઇન્ડિયા ટુડે માટે કરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર બૃહન્મુંબઇ મ્યૂનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની આ ચૂંટણીમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ) વચ્ચે ગળાકાપ હરીફાઇ છે.

bmc

એક્ઝિટ પોલ અનુસાર આ ચૂંટણીમાં બીએમસી ની 227 સીટમાંથી શિવસેનાને 86-90 સીટ અને ભાજપને 80-88 સીટ મળવાની શક્યતા છે. ભાજપ અને શિવસેના બંન્નેને 32 ટકા વોટ મળવાની શક્યતા છે, જ્યારે કોંગ્રેસને 16 ટકા વોટ સાથે 30-34 સીટ મળવાની શક્યતા છે. એનસીપીના ભાગે માત્ર 3થી 6 સીટો આવે એવું બને.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ને 5થી 7 સીટો મળવાની શક્યતા છે. સામજવાદી પાર્ટીને પણ 2થી 4 સીટો મળવાની આશા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X