For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMC ચૂંટણીમાં ભાગ્યએ પણ આપ્યો ભાજપનો સાથ

બીએમસીના વોર્ડ નં 220નું પરિણામ જ્યારે સામે આવ્યું ત્યારે સૌ ચોંકી ગયા હતા. આ સીટ પરનો આખરી નિર્ણય લોટરી દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં ભાજપ ઉમેદવારની જીત થઇ હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

બીએમસી ચૂંટણીના પરિણમો આવી ચૂક્યા છે. બૃહન્મુંબઇ નગર પાલિકા ચૂંટણીમાં શિવસેના ફરી એકવાર સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી એ શિવસેનાને બરાબરની ટક્કર આપી છે. શિવસેનાના ફાળે 84 સીટો આવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે 82 સીટો આવી છે.

મત ગણતરીમાં શિવસેના આગળ, પણ..

મત ગણતરીમાં શિવસેના આગળ, પણ..

મત ગણતરીના પરિણામોમાં ભલે શિવસેના ભાજપ કરતા આગળ નીકળી ગઇ હોય, પરંતુ બીએમસીની આ ચૂંટણીમાં મત ગણતરી દરમિયાન ઘણા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને સીધો ફાયદો થયો છે અને વળી ભાગ્યએ પણ ભાજપનો સાથે આપ્યો છે.

વોર્ડ નંબર 220નો આખરી નિર્ણય લોટરીથી લેવાયો

વોર્ડ નંબર 220નો આખરી નિર્ણય લોટરીથી લેવાયો

બીએમસીના વોર્ડ નં 220નું પરિણામ જ્યારે સામે આવ્યું ત્યારે સૌ ચોંકી ગયા હતા. આ સીટ પરનો આખરી નિર્ણય લોટરી દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં ભાજપ ઉમેદવારની જીત થઇ હતી. બીએમસીની આ સીટ પર ચૂંટણીનો ખરાખરીનો ખેલ જોવા મળ્યો હતો. આ સીટ માટે ભાજપે પૂર્વ સાંસદ અતુલ શાહને ઉમેદવાર બનાવ્યા હતા અને શિવસેનાના ઉમેદવાર હતા સુરેન્દ્ર બગલકર.

પહેલા રાઉન્ડમાં ભાજપ ઉમેદવારની હાર

પહેલા રાઉન્ડમાં ભાજપ ઉમેદવારની હાર

મત ગણતરીના જ્યારે પ્રારંભિક પરિણામો જાહેર કરવામાં આવ્યા, ત્યારે એમાં ભાજપ ઉમેદવારની હાર થઇ હતી. મત ગણતરી બાદ શિવસેનાના સુરેન્દ્ર બગલકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા. પરંતુ ભાજપ ઉમેદવાર અતુલ શાહે આ પરિણામોને પડકારતાં ફરીથી મત ગણતરી કરવાની માંગણી કરી હતી.

ભાજપ-શિવસેના વચ્ચે થઇ હતી ટાઇ

ભાજપ-શિવસેના વચ્ચે થઇ હતી ટાઇ

અતુલ શાહની આ માંગણી સ્વીકારી લેવાઇ, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે મત ગણતરી એકવાર નહીં, ત્રણ વાર કરવામાં આવી હતી. આ ત્રણેય રાઉન્ડમાં ભાજપ અને શિવસેના ઉમેદવાર વચ્ચે ટાઇ થઇ. અતુલ શાહ અને સુરેન્દ્ર બગલકરના સમાન મત મળ્યા હતા. આખરે લોટરી દ્વારા આખરી નિર્ણય લેવાની જાહેરાત કરવામાં આવી.

મ્યૂનિસિપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં જાહેર થયું આખરી પરિણામ

મ્યૂનિસિપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં જાહેર થયું આખરી પરિણામ

લોટરીમાં ભાજપ ઉમેદવારનું નસીબ ચમક્યું, પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું અને ભાજપ ઉમેદવારને છેલ્લા વોર્ડ 220ના વિજેતા જાહેર કરવામાં આવ્યા. અતુલ શાહ ભાજપના જાણીતા નેતા અને પ્રવક્તા છે. તેમની જીત સાથે જ ભાજપને મળેલી સીટનો આંકડો 82 પર પહોંચી ગયો. હવે ભાજપ જીતના મામલે શિવસેના કરતા માત્ર 2 સીટ પાછળ છે.

English summary
BMC poll 2017: BJP candidate Atul Shah won after lottery in presence of Municipal Commissioner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X