For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ દક્ષિણ કોરિયાથી 1 લાખ રેપિડ ટેસ્ટ કિટ ખરીદશે BMC

સમાચાર આવ્યા છે કે બૃહદમુંબઈ મહાનગરપાલિકા(બીએમસી) કોવિડ-19ની તપાસ માટે દક્ષિણ કોરિયાથી 1 લાખ રેપિડ ટેસ્ટ કિટ ખરીદશે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી અને તેલંગાનાથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં અત્યાર સુધી કોરોનાના 1135 કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી 72 લોકોના મોત થયા છે. આમાં સૌથી વધુ કેસ મુંબઈ(642) સામે આવ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે બૃહદમુંબઈ મહાનગરપાલિકા(બીએમસી) કોવિડ-19ની તપાસ માટે દક્ષિણ કોરિયાથી 1 લાખ રેપિડ ટેસ્ટ કિટ ખરીદશે. આ અંગેની માહિતી બૃહદમુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ આપી છે.

bmc

મુંબઈમાં શરૂ થશે રેપિડ ટેસ્ટિંગ

બીએમસીએ રેપિડ ટેસ્ટિંગ શરૂ કરવાની યોજના બનાવી લીધી છે. આના માટે દક્ષિણ કોરિયાથી એક લાખ ટેસ્ટિંગ કિટ મંગાવવામાં આવી છે. બીએમસી દક્ષિણ કોરિયાની જેમ જ રેંડમ સેમ્પલિંગ કરવાની તૈયારી પણ કરી રહ્યુ છે. આ પ્રક્રિયાથી વધુમાં વધુ લોકોની તપાસ કરી શકાશે. જેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળશે.

માસ્ક પહેરવુ અનિવાર્ય

આ સાથે જ મુંબઈ હવે સાર્વજનિક સ્થળો પર નીકળતા પહેલા માસ્ક પહેરવુ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. રિપોર્ટ અનુસાર બીએમસી કમિશ્નર પ્રવીણ પરદેશીએ આ આદેશ જારી કરીને ચેતવણી આપી છે કે જો માસ્ક લગાવ્યા વિના કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થળે દેખાયા તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. ત્રણ લેયરનુ અથવા ઘરમાં બનેલુ સારી ક્વૉલિટીનુ માસ્ક પહેરવુ જરૂરી કરવામાં આવ્યુ છે. રૂમાલનો માસ્ક તરીકે ઉપયોગ નહિ કરી શકાય.

દેશમાં 24 કલાકની અંદર 17ના મોત

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 540 નવા કેસ સામે આવ્યા છે અને 17 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 5734 થઈ ગઈ છે. આમાં 5095 સક્રિય કેસ છે, 473 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે/રજા આપી દેવામાં આવી છે અને કુલ 166 મોત થયા છે.

આ પણ વાંચોઃ TikTok અને FBને કોરોના વિશે અફવા ફેલાવતા મેસેજ હટાવવાનો સરકારનો આદેશઆ પણ વાંચોઃ TikTok અને FBને કોરોના વિશે અફવા ફેલાવતા મેસેજ હટાવવાનો સરકારનો આદેશ

English summary
brihanmumbai municipal corporation BMC to procure 1 lakh rapid test kit form south korea covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X