મણિપુરના ઇમ્ફાલમાં ઇન્ટેલિજન્સ એજન્સી રૉની ઓફિસ બહાર વિસ્ફોટ

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇમપ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) પ્રકારનો ટાઇમર બોમ્બ ગુરુવારે બળવાખોરો દ્વારા મૂકવામાં આવ્યો હોવાની શંકા છે. બોમ્બ વિસ્ફોટથી આસપાસના વૃક્ષોને નુકસાન થયું છે પણ કોઇ જાનહાનિ થઇ નથી.
વિસ્ફોટ લામ્ફેલ પોલિસ સ્ટેશનની બરાબર પાછળ થયો છે. બોમ્બ વિસ્ફોટ બાદ તપાસ કરવામાં આવી રહી છે કે હાઇ સિક્યુરિટી એરિયા ગણાતી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ની ઓફિસ પાસે બોમ્બ કેવી રીતે મૂકવામાં અથવા ફેંકવામાં આવ્યો હતો.
આ ઘટનાની જવાબદારી પ્રતિબંધિત રૅવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (આરપીએફ)ની રાજકીય પાંખ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા લેવામાં આવી છે.
બુધવારે મણિપુરમાં આવેલા સચિવાલય (સાઉથ બ્લોક)માં આવેલા હાઇ સિક્યુરિટીવાળા કોમ્પ્લેક્સમાં બાળવાખોર દ્વારા ફેંકવામાં આવેલા શક્તિશાળી ગ્રેનેડની ઘટનાના 12 કલાક બાદ બની છે. મણિપુરમાં છેલ્લા એક મહિનામાં બોમ્બ વિસ્ફોટની આ પાંચમી ઘટના છે.












Click it and Unblock the Notifications
