For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાજમહેલમાં બૉમ્બની સૂચના ખોટી નીકળી, કૉલ કરનાર ફિરોઝાબાદથી ઝડપાયો

ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત તાજમહેલમાં બૉમ્બ હોવાની સૂચના ફેક નીકળી છે.

|
Google Oneindia Gujarati News

આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત તાજમહેલમાં બૉમ્બ હોવાની સૂચના ફેક નીકળી છે. તપાસ બાદ તાજમહેલને ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. ફિરોઝાબાદથી એક માથા ફરેલ વ્યક્તિએ ફોન કરીને બૉમ્બની ખોટી સૂચના આપી હતી જેને પકડી લેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલુ છે. માહિતી મુજબ પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યુ કે તે નોકરી ન મળવાના કારણે ચિંતામાં હતો. આગ્રાના આઈજીએ કહ્યુ કે બૉમ્બના સમાચાર ખોટા નીકળ્યા છે, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.

tajmahal

ફોન કરીને યુવકે આપી હતી તાજમહેલમાં બૉમ્બની સૂચના

આગ્રા પોલિસના જણાવ્યા મુજબ ગુરુવારની સવારે એક મોબાઈલ નંબરથી સૂચના મળી કે તાજમહેલ પાસે બૉમ્બ મૂકવામાં આવ્યો છે જે થોડી વારમાં બ્લાસ્ટ થઈ જશે. આગ્રા પોલિસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને તાજમહેલ પરિસરમાં ચેકિંગ અભિયાન ચલાવીને તપાસ કરવામાં આવી. આગ્રા રેંજના આઈજી એ સતીશ ગણેશે કહ્યુ કે કોઈ અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને સૂચના આપી છે કે તાજમહેલમાં બૉમ્બ બ્લાસ્ટ થશે. સૂચના મળવા પર બૉમ્બ નિરોધક ટીમે સઘનતાથી પરિસરની તપાસ કરી અને અત્યાર સુધીમાં આ રીતની કોઈ વસ્તુ મળવાની માહિતી મળી નથી.

કૉલ કરનાર યુવક ફિરોઝાબાદથી પકડાયો

આગ્રામાં પ્રોટોકૉલ એસપી શિવરામ યાદવે જણાવ્યુ કે ફોન કરીને બૉમ્બ હોવાની સૂચના આપનાર યુવક ફિરોઝાબાદનો રહેવાસી છે. તે સૈનિક ભરતી રદ થવાથી નારાજ હતો. શિવરામ યાદવે જણાવ્યુ કે ફોન કૉલ બાદ જ્યારે પોલિસે નંબરને ટ્રેસ કર્યો તો યુવક વિશે જાણવા મળ્યુ અને કસ્ટડીમાં લઈ લીધો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 6 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટવેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 6 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

English summary
Bomb information in Taj Mahal was false caller arrested from Firozabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X