સુપરસ્ટાર રજનીકાંતના ઘરે બોમ્બ હોવાની ધમકી, પોલિસે વધારી સુરક્ષા

સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ત્યારબાદ તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ત્યારબાદ તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ બોમ્બ સ્કવૉડની એક ટીમ પણ તેમના ઘરની તપાસ કરી રહી છે. રજનીકાંત અને તેમના પરિવારના લોકોને સુરક્ષિત જણાવવામાં આવી રહ્યા છે. પોલિસે આ બાબતે એફઆઈઆર પણ નોંધી લીધી છે. સાથે જ નંબરને ટ્રેસ કરીને આરોપીની તપાસ ચાલુ કરી છે. જલ્દી તેની ધરપકડ કરવામાં આવશે.

rajnikant

પોલિસના જણાવ્યા મુજબ એક અજાણ્યા નંબર પરથી રજનીકાંત પાસે ફોન આવ્યો હતો. જેમાં તેમના ઘરના ગાર્ડનમાં બોમ્બ હોવાની વાત કહેવામાં આવી. આના પર રજનીકાંત તરત જ ચેન્નઈ પોલિસે માહિતી આપી. ત્યારબાદ એક્શનમાં આવેલી પોલિસે તેમના ઘરની સુરક્ષા વધારી દીધી. હાલમાં ત્યાં કોઈ અજાણ્યાને જવાની પરવાનગી નથી. આ દરમિયાન બોમ્બ સ્કવૉડે તેમના આખા ઘરની તપાસ કરી દીધી.

સમાચાર નીકળ્યા ખોટા

પોલિસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન બોમ્બ સ્કવૉડને તેમના ઘરેથી કોઈ પણ વિસ્ફોટક સામગ્રી મળી નથી. રજનીકાંત અને તેમનો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોલિસે સાવચેતી રૂપે તેમના ઘરે સુરક્ષા વધારી દીધી છે. આ સાથે જ ચેન્નઈના તેય્નામ્પેટ પોલિસ સ્ટેશનમાં આ બાબતે રિપોર્ટ નોંધી લીધો છે. પોલિસની ટીમ ધમકી આપનારને શોધી રહી છે.

કોરોના હોવાના સમાચાર પણ ખોટા

હાલમાં જ અભિનેતા રોહિત રૉયે રજનીકાંતને કોરોના હોવાની વાત કહી હતી. રોહિતના જણાવ્યા મુજબ કોરોના પૉઝિટીવ રજનીકાંતના ઘરને સીલ કરી દેવામાં આવ્યુ છે. જો કે બાદમાં આ સમાચાર મજાક નીકળ્યા હતા. ત્યારબાદ લોકોએ રોહિત રૉયને જોરદાર ટ્રોલ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X